આદિત્ય ઠાકરેએ કર્યું એવું કામ કે બધા ચોંકી ગયા…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

 શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકોને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિંદે જૂથ સુરતથી મુંબઈ અને ત્યાંથી આસામ પહોંચ્યું છે. બીજી તરફ ભાજપ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. તે જ સમયે, રાજકીય શતરંજના નિષ્ણાત શરદ પવાર પણ આ રમતમાં સામેલ થઇ ગયા છે.
એક તરફ એવી શક્યતા વર્તાવવામાં આવી રહી હતી કે નારાજ ધારાસભ્યો મુંબઈ આવશે અને રાજ્યપાલ સમક્ષ વર્તમાન સરકારને બરખાસ્ત કરવાની માગણી કરશે તેમ જ નવી સરકાર બનાવશે.
દરમિયાનમાં આદિત્ય ઠાકરેએ સંકેત આપી દીધો છે કે નારાજ વિધાનસભ્યોએ વધુ જહેમત ઉઠાવવાની જરૂર નથી. તેમણે તેમના ટ્વિટર બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધું છે. તેમણે પોતાની સરકારી બાયોડેટા પણ હટાવી દીધો છે. શું આ સીધો સંકેત છે કે હવે ઉદ્ધવ સરકાર હારી ગઈ છે અને કોઇ પણ ઘડીએ એમવીએ સરકાર રાજીનામુ આપીને ચાલતી પકડશે?
ચેક એન્ડ મેટની આ રમતમાં કોણ જીતે છે તે જોવાનું રહેશે, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિ જે તબક્કે છે ત્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.