આધાર કાર્ડ એ આજના સમયનું સૌથી મહત્ત્વનું દસ્તાવેજ છે. આધાર કાર્ડ એ ભારતીય નાગરિકોને આપવામાં આવેલો 12 અંકનો એક યુનિક આઈડી નંબર છે. આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટથી લઈને શાળા-કોલેજના એડમિશન સુધીના તમામ ઠેકાણે આધાર કાર્ડ એ ખૂબ જ મહત્ત્વનું છે.
આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને સુવિધા આપવામાં આવે છે. હવે આ હવે આ આધાર કાર્ડ અપડેટ બાબતે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે… તમે ઘરે બેસીને મોબાઈલની મદદથી આધાર કાર્ડની કોઈ પણ માહિતી અપડેટ કરી શકો છો. પરંતુ અમુક સર્વિસિઝ માટે તમને સીએસસી કેન્દ્ર પર જવું પડશે. આવો જોઈએ કે કઈ માહિતી તમે ઓનલાઈન જાતે જ અપડેટ કરી શકો છો અને કઈ માહિતી માત્ર ઓફલાઈન જ અપડેટ કરાવી શકાશે…
આધાર કાર્ડમાં અનેક માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે, જેમાં નામ, જન્મતારીખ, જેન્ડર વગેરેની માહિતી તમે ઘરે બેઠા જ મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર ઓનલાઈન અપડેટ કરાવી શકાય છે. આ સિવાય યુઆઈડીઆની એક સ્પેશિયલ સર્વિસ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલવાનો હશે તો તમે ભારતીય પોસ્ટલ વેબસાઈટ પર મોબાઈલ નંબર બદલી શકો છો.
આધાર કાર્ડ સંબંધિત અમુક અપડેટ્સ તમારે ઓફલાઈન સેન્ટર પર જઈને જ કરાવવી પડશે. ડેમોગ્રાફિક ડેટા સિવાયની બાયોમેટ્રિક ડેટા, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બદલવા કે અપડેટ કરવાનું કામ ઓફલાઈન જ કરવું પડશે. આ માટે તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. વેબસાઈટ પર તમે આધાર સેવા કેન્દ્રમાં જવા માટેની એપોઈન્ટમેન્ટ પણ બૂક કરી શકાય છે. ડેમોગ્રાફિક ડેટા અપડેટ કપવા માટે તમને દસ્તાવેજો જોઈશે, જ્યારે બાયોમેટ્રિક, મોબાઈલ નંબર અપડેટ કે ઈમેઈલ આઈડી અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજોની આવશ્યક્તા નથી.
જો તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, બાયોમેટ્રિક ડેટા, ફોટો જેવી વસ્તુઓ બદલવા માટે તમારી પાસેથી 30 રૂપિયાથી 100 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવે છે….