અદાણી માટે NDTV હસ્તગત કરવા SEBIની પરવાનગી અનિવાર્ય?

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અદાણી જૂથ દ્વારા એનડીડીવીમાં ક્ધટ્રોલિંગ સ્ટેક હસ્તગત થઇ રહ્યો હોવાના અહેવાલો વચ્ચે એવા સમાચાર મળી રહ્યાં છે કે એનડીટીએ એક્સચેન્જમાં ફાઇલ કરાવેલી નોંધમાં એવું જણાવ્યું છે કે, અદાણીએ આ પ્રકારના એક્વિઝિશન પહેલા સેબીની પરવાનગી લેવી પડશે.

અદાણી જૂથની ફર્મ વિશ્ર્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ માટે એનડીટીવીની પ્રમોટર એન્ટિટી આરઆરપીઆર લિમિટેડમાં અનપેઇડ લોન સામે હિસ્સો મેળવવા માટે બજાર નિયમનકાર સેબીની મંજૂરી મેળવવી ‘આવશ્યક’ છે, એમ એક એનડીટીવીએ ડિસક્લોઝર ફાઇલિંગમાં જણાવ્યું હતું.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ૨૭ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ, સ્થાપક-પ્રમોટર્સ પ્રણોય અને રાધિકા રોયને સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશવા અને આગળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યોરિટીઝની ખરીદી, વેચાણકે અન્ય કોઇપણ પ્રકારના વ્યવહાર પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. છે. આ પ્રતિબંધ ૨૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, એમ એનડીટીવીએ એક્સચેન્જોને આ ડિસક્લોઝરમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.