નવી દિલ્હીઃ અદાણી અને હિંડનબર્ગ કેસમાં ફરી એક વાર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જો આ કેસમાં કોર્ટ તપાસ સમિતિનું ગઠન કરવા ઈચ્છતી હોય તો અમને (સરકાર) કોઈ મુશ્કેલી નથી. અલબત્ત, અદાણી ગ્રૂપની કંપની પર હિંડનબર્ગના રિપોર્ટના કેસમાં સુપ્રીમ કોર્ટના કહેવાથી સરકાર પણ તપાસ માટે નિષ્ણાત સમિતિના ગઠન માટે તૈયાર છે. સરકાર સમિતિના સભ્યોના નામ બુધવાર સુધીમાં કોર્ટમાં સીલબંધ કવરમાં સોંપશે. આગામી સુનાવણી શુક્રવારે થશે અને આ દરમિયાન સરકાર અરજદારોને આ મુદ્દે તેમની દલીલોની યાદી પણ આપશે. સરકારને કોર્ટે દસ્તાવેજોની ગોપનીયતા રાખવાનો અનુરોધ કર્યો છે. સોલિસિટર જનરલે કહ્યું હતું કે કમિટી માટે પ્રસ્તાવિત નામોની યાદી સીલબંધ કવરમાં જમા કરવામાં આવશે. સરકાર અન્ય દલીલો પણ અરજદારોને પણ આપે.