અદાણીએ CNGના ભાવ ફરી વધારો કર્યો: કિલો દીઠ 1.49 રૂપિયાનો વધારો, બે દિવસમાં કુલ રૂ.3.48નો વધારો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અદાણીએ ફરી CNGનમાં ભાવમાં વધારો કર્યો છે. મોંઘવારીના ભાર હેઠળ દબાયેલી જનતા પર વધુ બોજ લદાયો છે. પેટ્રોલ ડીઝલ બાદ CNG અને PNGના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અદાણી ગેસ દ્વારા બીજી ઓગસ્ટના રોજ CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી સીએનજી ગેસનો નવો ભાવ લાગુ થશે. છેલ્લા બે જ દિવસમાં અદાણીના CNGમાં રૂપિયા 3.48નો વધારો થયો છે. વધારા બાદ CNGનો પ્રતિકિલોએ ભાવ રૂપિયા 87.38 થયો છે.
નોંધનીય છે કે 1લી ઓગસ્ટ સુધી અદાણી CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.83.90 હતો. 2જી ઓગસ્ટે રૂ.1.99 રૂપિયાના વધારા સાથે ભાવ વધીને રૂ.85.89 રૂપિયા થયો હતો. હવે ફરી પ્રતિકિલો ભાવમાં રૂ.1.49નો વધારો થતા ભાવ રૂ.87.38એ પહોંચ્યો છે. પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે લોકો ગાડીમાં CNG કીટ ફીટ કરાવવા તરફ વળ્યા હતા. હવે CNGના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધરાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રીક્ષા ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની અટકળો વધી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત ગેસ પણ CNG અને PNGના ભાવમાં વધારો કરી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.