હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારથી અદાણી જૂથના શેર્સની વાટ લાગી ગઇ હતી. કંપનીના શેરોમાં વેચવાલી નીકળી હતી અને શેર્સ નીચલી સર્કિટ પર આવી ગયા હતા. રોકાણકારોએ તેમના પૈસા ગુમાવવાનો વારો આવ્યો હતો. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રૂપના શેરનું મૂલ્ય 85% જેટલું વધારે હતું. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહથી શરૂ થયેલો અદાણી જૂથની કંપનીઓનો ઘટાડો ફેબ્રુઆરીના અંત સુધી ચાલુ રહ્યો હતો. જોકે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી અદાણી જૂથના શેરોએ પાછો માર્ગ બદલ્યો હોય તેવું લાગે છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરમાં હજુ પણ ઉપલી સર્કિટ ચાલુ છે. પરંતુ એક મહિના કરતાં વધુ સમયના ઘટાડા પછી શેરમાં અચાનક તેજી પાછળના કારણો જાણીએ.
હિંડનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. જોકે,થોડા સમય પછી એવું જણાયું હતું કે ઘટાડાનું કોઈ કારણ નથી. કારણ કે કેટલીક કંપનીઓ ખાસ કરીને અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર અને અદાણી ગ્રીન એનર્જીનો મોનોપોલી બિઝનેસ ઘણો મજબૂત છે. અદાણી ગ્રૂપ ભારતમાં પોર્ટ બિઝનેસના 25 ટકાથી વધુની માલિકી ધરાવે છે, જ્યારે આ સેક્ટરમાં કંપનીનો પોતાનો એકાધિકાર છે. આ સિવાય ગ્રીન એનર્જી સેક્ટરની અન્ય કંપનીઓ પણ એન્ટ્રી પોઈન્ટ શોધી રહી છે. અદાણી ગ્રીન એનર્જી પણ તેના ક્ષેત્રની એક મોટી કંપની છે અને તેનો બિઝનેસ 12 રાજ્યોમાં ફેલાયેલો છે. આવા વ્યવસાયે અદાણી ગ્રુપમાં રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે.
કટોકટી દરમિયાન, અદાણી જૂથને ઘણી રેટિંગ એજન્સીઓ તરફથી ટેકો મળ્યો, જેણે જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો. ફિચ અને મૂડીઝના અહેવાલો ખાસ કરીને અદાણી જૂથ માટે મોટી રાહત તરીકે આવ્યા હતા. ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં રોકાણ કરતી ભારતીય બેન્કો માટે કોઈ મોટું જોખમ નથી, કારણ કે બેન્કોએ અદાણી જૂથને વધુ ધિરાણ આપ્યું નથી.
દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અદાણી ગ્રુપને લઈને નિવેદન બહાર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે તેણે અદાણી ગ્રુપની કંપનીઓને લગભગ 27 હજાર કરોડની લોન આપી છે, જે માત્ર 0.88 છે.
રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે, અદાણી ગ્રૂપે લોનની વહેલી ચુકવણી કરી. આ અઠવાડિયે, તેણે લગભગ રૂ. 7,374 કરોડ ($901 મિલિયન) શેર આધારિત સમય પહેલા ચૂકવ્યા છે. અગાઉ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1,500 કરોડની લોન ચૂકવી હતી. આ સાથે, બાકીની લોન પણ નિર્ધારિત સમય પહેલા ચૂકવવામાં આવશે, એમ અદાણી જૂથે જણાવ્યું હતું.
એક અઠવાડિયા પહેલા એક અમેરિકન કંપની GQG ઇન્વેસ્ટમેન્ટ ફર્મે અદાણી ગ્રુપમાં મોટું રોકાણ કર્યું હતું. તેણે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો હતો. જે બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
હિંડનબર્ગના આંચકામાંથી બહાર આવવાનો પ્રયાસ કરતી વખતે, અદાણી જૂથે તેના રોકાણકારોના વિશ્વાસન પુનઃ પ્રાપ્ત કરવા માટે ઘણા દેશોમાં રોડ શો કર્યા હતા. ફેબ્રુઆરીમાં, જૂથે સિંગાપોરમાં રોડ શો યોજ્યો હતો, જે સફળ રહ્યો હતો. અદાણી ગ્રૂપે આ મહિને લંડન, દુબઈ અને યુએસના કેટલાક શહેરોમાં રોડ શોનું આયોજન કર્યું છે.
અદાણી વિશે બધું જુઠ્ઠું હતું; સત્ય બહાર આવ્યું
RELATED ARTICLES