નાશિક: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ગિરીશ મહાજને એવો આક્ષેપ કર્યો છે કે ટેલિવિઝન એક્ટ્રેસ તુનીશા શર્માનું મૃત્યુ એ લવ જેહાદનો મુદ્દો છે અને રાજ્ય સરકાર આવા બનાવોને રોકવા માટે આકરો કાયદો લાવવાનો વિચાર કરી રહી છે.
તુનીશાના સહ-કલાકાર શીઝાન ખાનની મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ મહાજને આ નિવેદન કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સરકાર અન્ય રાજ્યો દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનો અભ્યાસ કરશે અને પછી યોગ્ય પગલાં લેશે.
મહાજને એમ પણ કહ્યું હતું કે શિવસેનામાં ભંગાણ માટે સંજય રાઉત જવાબદાર છે. રાઉતે શરદ પવાર સાથે ધરી તૈયાર કર્યા બાદ અનેક કટ્ટર શિવસૈનિકો નારાજ થયા હતા. એક રીતે સંજય રાઉતને અત્યારની સરકારને સત્તામાં લાવવાનું શ્રેય આપી શકાય. (પીટીઆઈ)
અભિનેત્રી તુનીશા શર્માનું મૃત્યુ પ્રકરણ લવ જેહાદ: સરકાર આકરો કાયદો ઘડશે
RELATED ARTICLES