અભિનેત્રી પાયલ ઘોષ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં ફરી પાયલ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા તેણે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર ‘મી ટૂ’નો આક્ષેપ મૂક્યો હતો, જેને કારણે તે ચર્ચામાં આવી હતી. હવે ફરી એક વખત એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ શેર કરી છે અને તેની આ સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
‘મી ટૂ’ દરમિયાન લાઈમલાઈટમાં રહેલી પાયલ ઘોષે તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુસાઈડ નોટ શેર કરી હતી. આ નોટમાં તેણે તેનું મૃત્યુ થાય તેના માટે કોણ જવાબદાર હશે, એ વાતનો ખુલાસો કર્યો હતો. પાયલે સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું પાયલ ઘોષ, જો આત્મહત્યા કે પછી હાર્ટ એટેકથી મરી જઈશ તો તેના માટે કોણ જવાબદાર હશે?’ આ લખ્યા પછી અભિનેત્રીએ બીજી પોસ્ટ શેર કરી જેમાં તેણે પોતાની તસવીર શેર કરી છે.
પાયલે બીજી પોસ્ટમાં પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, ‘ઓશિવરા પોલીસ સ્ટેશન… પોલીસ આવી હતી મારા ઘરે… જો મને કંઈ થઇ ગયું ને તો કોઇ નહીં બચે… મારા મનોચિકિત્સકને પૂછો… હું ક્યાં હાલમાં છું… હું સુશાંત નથી, હું પાયલ ઘોષ છું, મરીશ તો બધાને સાથે લઇને મરી જઇશ. આ રીતે પાયલે પોતાની સરખામણી સુશાંત સાથે કરતા દરેકને ચોંકાવી દીધા છે.
View this post on Instagram
અભિનેત્રી પાયલ ઘોષે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી શકી નથી. વર્ષ 2020માં પાયલ ઘોષે Me Too અંતર્ગત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2013માં અનુરાગ કશ્યપે તેનું યૌન શોષણ કર્યું હતું. જો કે તે સમયે ચર્ચા થયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા મામલો દબાઇ ગયો હતો.