અભિનેત્રી ખુશ્બુ એક્ટિંગ સિવાય રાજનીતિમાં પણ ઘણી સક્રિય છે. તે ઘણીવાર મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ બુલંદ કરતી હોય છે. ખુશ્બુ તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય બની છે. નવો ચાર્જ સંભાળ્યા પછી, ખુશ્બુએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જણાવ્યું છે કે કેવી રીતે તેના પિતાએ બાળપણમાં તેનું યૌન શોષણ કર્યું હતું.
આ ઈન્ટરવ્યુમાં ખુશ્બુએ બાળપણમાં થયેલા યૌન શોષણ પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “બાળપણમાં કરવામાં આવેલા આવા જાતિય દુર્વ્યવહાર એક ઘા છોડી દે છે જે જીવનભર રહે છે. પછી તે છોકરો હોય કે છોકરી. આ પ્રકારનું કૃત્ય બાળકને આખી જિંદગી ડરાવે છે. મારી માતા પણ આવા અપમાનજનક (એબ્યુઝીવ) લગ્નથી પીડાય છે.”
પોતાના બાળપણ વિશે કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કરતા ખુશ્બુએ જણાવ્યું હતું કે, “મારા પિતા કે જેણે માત્ર તેની પત્ની અને બાળકોને મારવા અને તેની એકમાત્ર પુત્રીનું જાતીય શોષણ કરવું તેનો જન્મસિદ્ધ અધિકાર માન્યો હતો.” ખુશ્બુએ વધુમાં કહ્યું, “જ્યારે મારી સાથે દુર્વ્યવહાર શરૂ થયો ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. મારું જાતીય શોષણ થયું હતું. મેં 15 વર્ષની ઉંમર સુધી બધું સહન કર્યું. હું લાંબા સમય સુધી મૌન રહી હતી કારણ કે 15 વર્ષની ઉંમર સુધી મારામાં મારા પિતા વિરુદ્ધ બોલવાની હિંમત નહોતી.
ખુશ્બુએ વધુમાં કહ્યું હતું કે, “મારા મનમાં એક ડર હતો કે મારી સાથે જે થઈ રહ્યું છે તે કોઈ માનશે નહીં. મારી માતા પણ નહીં, કારણ કે તેણે એવું વાતાવરણ જોયું હતું જ્યાં ‘પતિ પત્ની માટે ભગવાન છે’ એવી માનસિકતા હતી, પછી ભલે ગમે તે થાય.” “પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મારે સ્ટેન્ડ લેવું પડ્યું. 15 વર્ષની ઉંમરે મેં આ દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. પછી તે (પિતા) અમને છોડીને ચાલ્યા ગયા. ત્યારે હું માત્ર 16 વર્ષની હતી. અમને એ પણ ખબર ન હતી કે હવે ખોરાક ક્યાંથી આવશે. પણ મેં એટલું બધું સહન કર્યું કે મારામાં લડવાની હિંમત આવી. તેથી મેં બધી મુશ્કેલીઓનો ખૂબ હિંમતથી સામનો કર્યો.
ઉલ્લેખનીય છે કે ખુશ્બુ સુંદરે ‘ધ બર્નિંગ ટ્રેન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો લોકપ્રિય ચહેરો છે. તે 2010 માં રાજકારણમાં જોડાઈ હતી અને રાજકારણમાં પણ તે એક જાણીતો ચહેરો બની ગઈ છે
અભિનેત્રી ખુશ્બુનો ચોંકાવનારો ઘટસ્ફોટ, ‘8 વર્ષની ઉંમરે પિતાએ મારું જાતીય અને શારીરિક શોષણ કર્યું,’
RELATED ARTICLES