ફિલ્મ ઈન્ડસ્ટ્રી એવી જગ્યા છે કે જ્યાં રોજ લાખો લોકો સ્ટાર બનવાનું સપનું લઈને આવે છે, પણ એમાંથી અમુક લોકોનું જ એ સપનું પૂરું થઈ શકે છે. હવે જેનું આ સપનું પૂરું નથી થતું તેઓ કાં તો હાર માનીને બેસી રહે છે, કે પછી કંઈક અલગ કરીને પોપ્યુલર થવાના પ્રયાસો કરે છે.
ફાતિમા સના શેખ આવી જ અભિનેત્રી છે કે જેણે દંગલથી પોતાની એક આગવી ઓળખ તો ઊભી કરી હતી પણ તેના ફિલ્મી કરિયરને જોતા એવું જ લાગે છે કે લોકો તેને ભૂલી ગયા છે. કદાચ આ જ કારણ છે કે એક્ટ્રેસ સોશિયલ મીડિયાનો સહારો લઈને ફેમ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ફાતિમાના કેટલાક ફોટા વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે તેના બોલ્ડ અંદાજથી લોકોના દિલ જિતી રહી છે.
View this post on Instagram
tv
જોકે, આમાં કેટલાક લોકો એવા પણ છે કે જેમણે ફાતિમાના આ ફોટોશૂટને કારણે નહીં કહેવાના વેણ સંભળાવી દીધા છે. લોકોનું એવું કહેવું છે કે ફાતિમાને બોલીવૂડમાં કામ નથી મળી રહ્યું એટલે બોલ્ડ ફોટોઝ શેયર કરીને તે લાઈમલાઈટમાં આવવા માગે છે તો કેટલાક લોકોએ તેની સુંદરતાના વખાણ પણ કર્યા છે.
ફાતિમાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેયર કરી છે. તમારી જાણ માટે કે ફાતિમા છેલ્લે ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફિલ્મમાં કામ કરતી જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી.