હોલીવુડના પ્રખ્યાત સંગીતકાર અને અભિનેતા ટિમ રોથના પુત્ર કોર્મેકનું અવસાન થયું છે. કેન્સર સાથે લાંબી લડાઈ લડતા કોર્મેકે માત્ર 25 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કોર્મેકના પરિવારે એક નિવેદન જારી કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે 16 ઓક્ટોબરના રોજ, કોર્મેક રોથ ” પરિવારની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે મૃત્યુ પામ્યા. તેઓ દયાળુ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા.”
કોર્મેક રોથ બેનિંગ્ટને કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ નિર્માતા અને પ્રસિદ્ધ સંગીતકાર પણ હતા. વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં કાર્મેકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેને થર્ડ સ્ટેજનું જર્મ સેલ કેન્સર હોવાનું જાહેર કર્યું હતું. નોંધનીય છે કે તેના પિતા એક્ટર ટિમ રોથે ‘રિઝર્વોયર ડોગ્સ’, ‘પલ્પ ફિક્શન’ અને ‘ધ ઈનક્રેડિબલ હલ્ક’ જેવી મોટી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. કાર્મેકના પરિવારમાં માતાપિતા ટિમ અને નિક્કી રોથ અને ભાઈ હન્ટર રોથ છે.