નંબર વન ટીવી શો Anupamaaના દીકરાની હકાલપટ્ટી, હવે વનરાજ પણ નારાજ!

ફિલ્મી ફંડા

ઘણા સમયથી ટીવીના નંબર વન શો અનુપમામાં અચાનક ઉથલપાથલ થઈ ગઈ છે. શોમાં અનુપમાના દીકરા સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવતને શોમાંથી કાઢી નાંખવામાં આવ્યો એવા અહેવાલ વહેતા થઈ રહ્યા છે. જોકે, શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આરોપ લગાવ્યો છે કે પારસે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. નિર્માતાઓને જણાવ્યા વગર તેણે રિયાલિટી શો ઝલક દિખલાજા 10ને સાઈન કરી લીધો છે. પારસે પણ તેના ઈન્સ્ટાગ્રામમાં સ્પષ્ટતા કરી છે કે તે હવે અનુપમા સિરિયલમાં નહીં દેખાય. સુધાંશુ પાંડેએ આ અંગે આપેલી પ્રતિક્રિયાને કારણે નિર્માતાની સાથે દર્શકોને પણ ઝટકો લાગ્યો છે.
આ વાતથી નારાજ નિર્માતાઓએ પારસને શોમાંથી બહાર કાઢી નાંખ્યો હોવાના અહેવાલ વહેતા થયાં છે. જોકે, હવે વનરાજ શાહનું પાત્ર ભજવનારા સુધાંશુ પાંડે પણ શો છોડી શકે તેવી ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી અનુસાર સુધાંશુને એક વેબ સિરીઝની ઓફર મળી છે.
સુધાંશુએ જણાવ્યું હતું કે, પારસ સાથે આ અંગે વાતચીત કરી અને પુછ્યું કે આ બધુ કેવી રીતે થયું. ક્યારેક-ક્યારેક આપણે એવા નિર્ણયો લઇએ છીએ જેનાથી આપણને નુકસાન થાય છે. પરંતુ જ્યાં સુધી આપણે તેનો ઉકેલ લાવીએ છીએ ત્યાં સુધી ઘણો સમય વિતી જાય છે. નિર્માતાને પણ સમયસર આ વાતનો અંદાજ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ, સુધાંશુ વનરાજના પાત્રને મળી રહેલા ઓછા સ્ક્રીન સમયથી ખૂબ નારાજ છે, એવામાં તેઓ પણ શોને છોડી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.