બોલીવૂડ અભિનેતા રાણા જંગ બહાદુરની પોલીસે કરી ધરપકડ, ભગવાન વાલ્મિકીને લઇને આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બોલીવૂડ અને પંજાબી ફિલ્મોના અભિનેતા રાણા જંગ બહાદુરની જાલંધર પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી છે. એમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભગવાવ વાલ્મિકીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. એમની સામે કાર્યવાહી કરતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
રાણા જંગ બહાદુરે માફી માંગી લીધી હતી, પરંતુ લોકોનો રોષ જોઇને પોલીસે તેમની ધરપકડ કરવી પડી. અભિનેતાની આગોતરા જામીનની અરજીને જાલંધર કોર્ટ અગાઉથી જ ફગાવી ચૂકી છે. કોર્ટે આગોતરા જામીન રદ કર્યા બાદ જાલંધર પોલીસે તેમની ધરપકડ કરી છે.
રાણા જંગ બહાદુર વિરુદ્ધ વાલ્મિકી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમણે ચેતવણી આપી હતી કે જો તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ 11મી જુલાઇએ ભારત બંધ કરશે. વાલ્મિકી સમુદાયના લોકોએ જાલંધર સ્થિત ભગવાન વાલ્મિકી ચોક પર રાણા જંગ બહાદુરનો વિરોધમાં ધરણા પણ કર્યા હતા. આ ઉપરાંત જાલંધર બસ સ્ટેન્ડ પાસે તેમના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યુ હતું. અમૃસર અને હોશિયારપુરમાં પણ તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.