ફિલ્મ ક્રિટિક કમાલ આર. ખાન (Kamaal R Khan) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેઆરકે અવારનવાર વિવાદાસ્પદ ટ્વિટ કરીને ચર્ચાનું કારણ બનતો હોય છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2020ના વિવાદિત ટ્વિટને લઈને મુંબઈ પોલીસે મંગળવારે એટલે કે આજે સવારે તેની ધરપકડ કરી હતી, જે બાદ તેને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોરીવલી કોર્ટે કેઆરકને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલ્યો છે.

કેઆરકેએ વર્ષ 2020માં દિવંગત એક્ટર ઋષિ કપૂર અને ઈરફાન ખાનને લઈને ટ્વિટ કર્યું હતું જે બાદ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. યુવા સેનાની કોર કમિટીના સભ્ય રાહુલ કનલે કેઆરકે વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી.

કેઆરકેએ 30 એપ્રિલ 2020માં ઋષિ કપૂરને લઈને ટ્વીટમાં લખ્યું હતું કે, સર ઠીક થઈને પાછા આવજો, નીકળી નહીં જતાં નહીં તો દારૂની દુકાન બે ત્રણ દિવસ બાદ ખુલશે.. ઋષિ કપૂરના નિધનના એક દિવસ પહેલા ઈરફાન ખાને આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. કેઆરકેએ તેમના માટે પણ આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેને કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Google search engine