Homeઆમચી મુંબઈFDA એક્શનમાં! ખાદ્યપદાર્થની કાળજી નહીં લો તો કાર્યવાહી થશે

FDA એક્શનમાં! ખાદ્યપદાર્થની કાળજી નહીં લો તો કાર્યવાહી થશે

મુંબઈ: વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવેલા ખાદ્યપદાર્થની ગુણવત્તા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) ધોરણો મુજબ હોય એ માટે જરૂરી એવા સુધારા કરવાની નોટિસ એફડીએ પ્રશાસને રાજ્યનાં તમામ ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ માલિકોને મોકલાવી છે. આગામી ૪૮ કલાકમાં નિયમાવલી અનુસાર સુધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નહીં તો ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજમાંથી માલને જપ્ત કરવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવશે.
ગયા અઠવાડિયે એફડીએ પ્રશાસને નવી મુંબઈમાંથી કોલ્ડ સ્ટોરેજ પર કાર્યવાહી કરીને રૂ. ૨૯ કરોડનો માલ જપ્ત કર્યો હતો. અત્યાર સુધી પ્રશાસને સૌથી મોટી કાર્યવાહી કરી હતી. માત્ર કાર્યવાહી કરવી એ અમારો હેતુ હોઇ આયાત કરેલા માલની ગુણવત્તા સારી રહે, એ માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ચલાવનારાઓએ કાળજી લેવી જરૂરી છે. આ માટે સમયાંતરે બહાર પાડવામાં આવેલી નિયમાવલી અનુસાર સુધારો કરવો એ માટે ૭૨ કલાકની નોટિસ આપવામાં આવી હોવાનું એફડીએ પ્રશાસનના કમિશનર અભિમન્ય કાળેએ જણાવ્યું હતું.
હાલમાં વિદેશથી આયાત કરેલા ખાદ્યપદાર્થનો વપરાશ વધ્યો છે. જોકે આ ખાદ્યપદાર્થ આયાત થયા બાદ જે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે ત્યાં કાળજી લેવામાં આવતી ન હોવાથી તેની ગુણવત્તાની ફરિયાદ પ્રશાસન પાસે આવતી હોય છે. એફડીએ પ્રશાસન પ્રધાન સંજય રાઠોડે આ અંગે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

RELATED ARTICLES

Most Popular