ગુજરાતમાં બોગસ PSI ભરતી અંગે રાજ્ય સરકાર સવાલોના ઘેરામાં સપડાઈ છે. વિધાનસભામાં વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે એવામાં સરકારે મોટી કાર્યવાહી કરી છે. ફિઝિકલ ટેસ્ટમાં મયૂર તડવી નાપાસ થવા છતાં તેણે કરાઈ ટ્રેનીંગમાં એન્ટ્રી કરાવવા મદદ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI ભરતીનું માટે વેરિફિકેશન કરનારા એસઆરપીના ચાર જવાનોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલાની વધુ તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપવામાં આવી છે.
સરકારે કરેલી કાર્યવાહી બાદ આ કૌભાંડનો ખુલાસો કરનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
કરાઈ ઉપરાંત અન્ય ટ્રેનિંગ સેન્ટરમાં આવા બોગસ ઉમેદવારો છે કે નહીં તે અંગેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે તમામ ઉમેદવારોની બાયોમેટ્રિક તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય આરોપી મયુર તડવીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી શકે છે જેમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના જોવાઈ રહી છે.
નકલી PSI ભરતી કોભાંડમાં કાર્યવાહી, બે પોલીસ ઈન્સ્પેક્ટર અને ચાર SRPના જવાનો સસ્પેન્ડ
RELATED ARTICLES