રણવીરની મુશ્કેલીઓ વધી! મહિલાઓની લાગણી દુભાવવાનો લાગ્યો આરોપ, મુંબઈ પોલીસને મળી ફરિયાદ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને કારણે છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચાનું કારણ બની રહ્યો છે ત્યારે આ ફોટોશૂટને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસને અભિનેતા સામે મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી હતી, જેને કારણે રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે તેવી ભારોભાર શક્યતા છે.
નોંધનીય છે કે ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ત્યારે ઘણા લોકો રણવીરના આ બોલ્ડ મૂવને વખાણી રહ્યા છે ત્યારે ઘણા લોકો તેને વખોડી રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસને ફરિયાદ મળી છે જેમાં મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી મીમી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જો આ જ રીતે કોઈ મહિલાએ ફોટો શૂટ કરાવ્યું હોત તો શું આવી જ રીતે તેની પ્રશંસા થઈ હોત?

1 thought on “રણવીરની મુશ્કેલીઓ વધી! મહિલાઓની લાગણી દુભાવવાનો લાગ્યો આરોપ, મુંબઈ પોલીસને મળી ફરિયાદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.