નાગપુર: પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત રોકવા માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા સંદર્ભે સંબંધિત યંત્રણાને સૂચના આપવામાં આવી છે, એવી માહિતી પ્રધાન શંભુરાજ દેસાઈએ વિધાનસભામાં આપી હતી. ગતિ પર નિયંત્રણ, લેન ક્રોસિંગ ટાળવું, ભારે વાહનોએ નિયમો પાળવા જેવી બાબતો પર લક્ષ આપવામાં આવશે, એવી માહિતી દેસાઈએ આપી હતી. વિધાસનભાના સભ્ય ભીમરાવ તાપકીરે રજૂ કરેલા મુદ્દા પર જવાબ આપતાં તેમણે ઉક્ત વાત કહી હતી.
માર્ગ સુરક્ષા સંદર્ભે સુધારિત ધોરણ આ પહેલાં જ તૈયાર કરવામાં આવ્યું છે. તેની સખત રીતે અમલબજાવણી કરવા માટે પરિવહન વિભાગ, પોલીસ, એક્સપ્રેસ પોલીસ, રાષ્ટ્રીય રસ્તા વિકાસ યંત્રણાના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૭મી ઓક્ટોબરે બેઠક બોલાવીને યંત્રણાને આ સંદર્ભે નિર્દેશ આપ્યો હોવાની માહિતી દેસાઈએ આપી હતી.
આ એક્સપ્રેસ વે પર અકસ્માતને ટાળવા માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એટલે જ ૨૦૧૬થી અકસ્માતની સંખ્યા અને અકસ્માતને કારણે થતાં મૃત્યુમાં ઘટાડો થતો હોવાનું દેખાઇ રહ્યું છે. સ્પીડ ગનની સંખ્યા વધારવાની, ભારે વાહનોને ડાબા માર્ગ પર જ ચાલશે એ બાબતે લક્ષ આપવાનું કહેવામાં આવ્યું છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થતા અકસ્માતોને અટકાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર: દેસાઈ
RELATED ARTICLES