આજે મહિલા આઇપીએલના સીઝન 1નું ઍાક્શન
ઘણી લાંબી રાહ જોયા બાદ આખરે વુમન્સ પ્રિમિયર લીગ (WPL) માટે પેહલું ઍાક્શન આજે (13 ફેબ્રુઆરી) એ થનાર છે. મુંબઇના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2.30 વાગ્યાથી ઓક્શન શરુ થશે. વુમન્સ પ્રમિયર લીગના ઍાક્શન માટે BCCI એ મહિલા ઍાક્શનરની જ પસંદગી કરી છે. મલ્લીકા અડવાણીને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઍાક્શનમાં 15 દેશોના કુલ 409 ખેલાડીયો પર બોલી લાગશે જેમાંથી માત્ર 75થી 90 ખેલાડીયોની જ કિસ્મત ચમકશે. આ ઍાક્શનમાં દેશ-દુનિયાની લગભગ 1525 ખેલાડીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેમાંથી 409 ખેલાડીયોને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા. આ 409 ખેલાડીયોમાંથી 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીયો છે. 163 વિદેશી ખેલાડીયોમાંથી 8 પ્લેયર્સ એસોસિએટ દેશોમાંથી પણ છે. જે 409 ખેલાડીયોને ઍાક્શન માટે પસંદ કરવામાં આવ્યા છે, એમાંથી 202 ખેલાડીયો આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. જ્યારે 199 ખેલાડીયોનો હજી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ નથી થયો.