થાણે: ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યો હતો અને રૂ. ૨૮ લાખની કિંમતનું સોનું જપ્ત કર્યું હતું. આરોપીની ઓળખ સંતોષ ધનઘાવ તરીકે થઇ હોઇ તેની સામે રબાળે અને કોપરખૈરાણે પોલીસ સ્ટેશનમાં ચોરીના ૨૦ ગુના દાખલ છે. ઉપરાંત સંતોષ વિરુદ્ધ પનવેલ તાલુકા, કલંબોલી, ખાંદેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
નવી મુંબઈમાં ઐરોલી સ્થિત સેક્ટર નંબર-૩ ખાતે ૨૬ ઓગસ્ટે રાતે એક ઘરમાંથી રૂ. ૧૦.૮૫ લાખની મતા ચોરાઇ હતી. આ પ્રકરણે રબાળે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ તથા આજુબાજુના પરિસરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં શકમંદ નજરે પડ્યો હતો. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે શકમંદની શોધ આદરી હતી અને આખરે મળેલી માહિતીને આધારે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને પોલીસે ચોરીના ૨૦ ગુના ઉકેલી કાઢ્યા હતા.

Google search engine