Homeટોપ ન્યૂઝપૈસા બોલતા હૈ ભૈયા: ટ્વીટરને પગલે પગલે ફેસબુક પણ...

પૈસા બોલતા હૈ ભૈયા: ટ્વીટરને પગલે પગલે ફેસબુક પણ…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની જેમ હવે ફેસબુકે પણ તેના ગ્રાહકો માટે વેરિફાઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ઉપલબ્ધ કરાવી છે. ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જાહેરાત કરી છે.
ટૂંક સમયમાં એકાઉન્ટ હોલ્ડરે બ્લુ ટિક સર્વિસ માટે ફેસબુકને પૈસા ચૂકવવા પડશે.
રવિવારે (19 ફેબ્રુઆરી) માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ લોન્ચ કરી રહ્યા છીએ, જે એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. આ સર્વિસથી તમને તમારા એકાઉન્ટને સરકારી ID વડે વેરિફાઇ કરવા પડશે.
ઝકરબર્ગના જણાવ્યા મુજબ, હવે ગ્રાહકો બ્લુ બેજ (બ્લુ ટિક), સેમ આઈડીવાળા નકલી એકાઉન્ટ્સની સામે સુરક્ષા મેળવી શકશે. તેમણે કહ્યું કે આ નવું ફીચર ફેસબુકની સેવાઓમાં ઓથેન્ટિકેશન સિક્યોરિટી વધારવા બાબતે છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે ફેસબુક બ્લુ ટિક માટે લોકોએ કેટલી રકમ ચૂકવવી પડશે? તો આ સવાલનો જવાબ પણ અહીં આગળ તમને મળી જશે.
મેટા વેરિફાઈડ સર્વિસની જાહેરાત કરતી વખતે ઝકરબર્ગે યુઝર્સને એ પણ જણાવ્યું કે તેમને કેટલી રકમ ખર્ચ કરવી પડશે અને ઝકરબર્ગના જણાવ્યા મુજબ, વપરાશકર્તાએ વેબ-આધારિત વેરિફાઈડ માટે દર મહિને 11.99 ડોલર (રૂ. 992.36) અને iOS પર સેવા માટે દર મહિને 14.99 ડોલર (રૂ. 1240.65) ચૂકવવા પડશે.
આ સેવા સૌથી પહેલા ક્યાંથી શરૂ થશે તો એનો જવાબ એવો છે કે મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સેવા પહેલાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ માટે આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ટૂંક સમયમાં આ સેવા અન્ય દેશો માટે પણ શરૂ થશે. Facebookની આ સેવા ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી.
ટ્વિટર કરતા ફેસબુકની બ્લુ ટિક મોંઘું છે. તમારી જાણ ખાતર કે ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલોન મસ્ક કંપનીમાં સુધારાવાદી પગલા તરીકે વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સર્વિસની શરુઆત કરી હતી અને ટ્વિટરે વિવિધ દેશોમાં બ્લુ બેજ માટે અલગ-અલગ ફી રાખી છે. ભારતમાં 900 રૂપિયા ખર્ચીને ટ્વિટરની બ્લુ ટિક મેળવી શકાય છે. જ્યારે ઝકરબર્ગે તાજેતરમાં તેમની સર્વિસ માટે જે બે રેટ આપ્યા છે તે 900 રૂપિયાથી વધુ છે. જોકે, આવનારા દિવસોમાં ખબર પડશે કે ભારતીય યુઝર્સે ફેસબુક બ્લુ ટિક માટે કેટલી રકમ ચૂકવવી પડશે. એક યુઝરે ઝુકરબર્ગ પર કટાક્ષ કરતા કહ્યું, બહુ થઈ ગયું! હું ટ્વિટર પર જઈ રહ્યો છું, જ્યાં બ્લુ ટીક માટે 8 ડોલર મહિને લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular