સૂર્યથી છઠ્ઠા ભાવે શનિ તથા અન્ય ગોચર ગ્રહો મુજબ ચામડીનાં દર્દો અંગેની તકલીફો યુવાવર્ગને રહેશે

પુરુષ

આરોગ્યના એંધાણ – આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યના કારક ગ્રહ સૂર્ય-સિંહ ૨૧’ અંશ (સ્વગૃહી)થઈ ને સતત આગળ વધશે. શુક્ર સાથે યુતિ કરશે જયાલેઈ.
શનિ-મકર, રાહુ-મેષ રાશિમાં વક્રી પરિભ્રમણ કરશે. તબિયત,તંદૂરસ્તી, આયુ,ના ડાયરેકકારક તરીકે સૂર્ય ગ્રહની ગણના થાય છે. સિંહ રાશિમાં સૂર્યનું પરીભ્રમણ સ્વગૃહી બનવાથી સ્વાસ્થ્ય માટે રહીશો માટે ખુબજ સાનુકૂળ રહેશે સિવાય કે પાણીજન્ય રોગો કે ફુડ ઇન્ફેક્શનથી તકેદારી રાખવી. જન માનસમાં આત્મ વિશ્ર્વાસમાં દિનપ્રતિદિન વધારો થાય. લાંબા ગાળાના ગ્રહો ચર રાશિમા રાહુ, કેતુ, શનિ એકબીજાથી કેન્દ્ર યોગ થવાથી આમ જનતામા મહામારી કોરોના ના ભૂતકાળ બની રહે તેવા સરકારી સમાચાર મળે.
વરસાદના વિરામ વચ્ચે સૂર્યથી છઠ્ઠા ભાવે શનિ તથા અન્ય ગોચર ગ્રહો મુજબ ચામડી ના દર્દો અંગેની તકલીફો યુવાવર્ગ ને રહેશે. જ્યારે સિનિયર સિટિઝન વર્ગને ઊંઘ ઓછી આવવાની અને વહેલી સવારે ઉધ આવવાની સમસ્યાઓ સતાવે.! ગૃહિણીઓને વાણી-વર્તણૂકમાં ચીડ ચીડિયો સ્વભાવ થવાથી પેટમાં બળતરાઓ ની સમસ્યાઓ મોખરે રહે.
મેષ રાશિ (અગ્નિતત્ત્વ)મા રાહુના વક્રીભ્રમણને કારણે યુવા પુરુષવર્ગને અકારણ વાદ-વિવાદમાં સપડાય કદાચ શક્ય છે. મારા મારીની શક્યતાઓ નકારી શકાતી નથી. માટે નિત્ય ગોળ ખાયને ઘરની બહાર જવું. વાહન અકસ્માત થવાની સંભાવના રહેલી માટે વાહન ચલાવવામાં ખૂબ જ કાળજી રાખવી. વૃષભ રાશિના જાતકોને બારમા ભાવે રાહુ પસાર થવાથી આકસ્મિક,કોર્ટ કચેરીના બંધનોને કારણે બીપી જેવી બીમારી આવી શકે!!મિથુનના જાતકોના ૧૧ ભાવે પસાર થવાથી સંતાનના આરોગ્યની તકલીફ આવે. દરરોજ શુદ્ધનો દીપ કરવાથી સમસ્યાઓ હળવી થાય.
કર્ક રાશિના જાતકો માનસિક ફોબિયા માટેનું સ્વરૂપ વધે!! શિવજીના દર્શન ઉત્તમ.સિંહ, વૃશ્ર્ચિક, ધન, મકર રાશિના જાતકોને આકસ્મિક રીતે ઋતુજન્ય બીમારીનો સામનો કરવો પડે. સૂર્યના મંત્ર જાપ સાથે ગાયત્રી મંત્રની એક માળા કરવી. ક્ધયા,તુલા રાશિ વાળા એ મો મા ચાંદા પડી શકે તેમ જ પેશાબમાં બળતરા થવાની સંભાવના પ્રબળ રહેલી છે માટે ગરીબોને શક્ય હોય તો ચા પીવડાવશો તેમજ બુધવારે શિવજીના દર્શન અવશ્ય કરશો. કુંભ,મીન રાશિ ના જાતકો ને શનિની સાડાસાતી ચાલતી હોવાથી તબિયત નરમ ગરમ રહ્યા કરે માટે પૂરતી ઉંઘ અને આહાર ન લેવાથી ઍસિડિટી સાથે ડાયાબિટીસની તકલીફો ઓચિંતાની તકલીફ આવી શકે. ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરજો. આ સપ્તાહ દરમિયાન સૂર્ય શનિનો કેન્દ્ર યોગ જટિલ બનવાથી લાંબાગાળાથી પીડિત દર્દીઓએ કાચી ખિચડી સવાર-સાંજ જમાડવી. સૂર્ય ગ્રહનું વિશેષ પ્રભુત્વ રહેવાથી દરેક રાશિના જાતકોએ ઊગતા સૂર્યને પિત્તળના કળશમાં પુષ્પ નાંખીને અર્ગ આપવાથી આરોગ્યમાં વધુ સુખાકારી પ્રાપ્ત કરી શકાશે તેમજ રવિવારના રોજ સૂર્ય યંત્રની પૂજા અવશ્ય કરવી વધુ હિતકારી બની રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.