પાટણ જિલ્લાના રાધનપુર પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના શ્રમિકોને લઈને વારાહી હાઇવે પર જઈ રહેલી જીપ પીપળી ગામના પાટિયા પાસે ટ્રકમાં ઘૂસી જતાં છ મોત નીપજ્યાં છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જીપનું ટાયર ફાટતા ડ્રાયવરે કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે જીપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયારે 10 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને રાહદારીઓએ પોલીસને જાણ કરી ઘાયલોને બહાર કાઢવાની કાર્યવહી હાથધરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોનાં નામ હજુ સુધી જાણી શકાયાં નથી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.