ગાઢ ધુમ્મસના કારણે માળીયા-અમદવાદ હાઈવે પર ભિષણ અકસ્માત સર્જાયો હતો. ત્રીસથી વધુ વાહનો એક બીજા સાથે અને ડિવાઈડર સંજે અથડાયા હતા. જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. હાલ કોઈ જાનહાનીના આહેવાલ નથી. અકસ્માતને પગલે વાહનોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે.
રાજ્યમાં ઠંડીનું જોર ઘટતાં ધુમ્મસ વાળું વાતવરણ જોવા મળી રહ્યું છે. મોરબી જીલ્લામાં વહેલી સાવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝીબીલીટી શૂન્ય થઇ ગઈ હતી. જેને કારણે મોરબીના અણીયારી ગામ નજીક માળીયા-અમદવાદ હાઇવે પર એક સાથે ત્રીસથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતને પગલે લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ હાજર થઇ ગયા હતા. ટ્રાફિક પોલીસે વાહનવ્યવહાર સામાન્ય કર્યો હતો.
હાલ કોઇ જાનહાનિની માહિતી સામે આવી નથી. અકસ્માતના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક, કાર, વાન, ટેન્કર મળીને 30થી વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. હાઈવે અકસ્માતગ્રસ્ત વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
मोरबी में कोहरे क वजह से 30 व्हिकलो के बीच भीडंत हुई#Gujarat #Accident #Morbi pic.twitter.com/jBOCfZXpW5
— GAJENDRA KALAL | ગજેન્દ્ર કલાલ | गजेन्द्र कलाल (@gajendrakalal) February 7, 2023