નાસિકમાં આજે સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. નાસિક-શિરડી હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસની ટ્રક સાથે ટક્કર થતા 10 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ બસમાં મુંબઈના અંબરનાથના મુસાફરો સવાર હતા તેઓ શિરડી સાંઈ બાબાના દર્શન માટે જઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન પહોંચ્યું છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત મુંબઈથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નાર તાલુકાના પઠારે શિવર પાસે સવારે લગભગ 7 વાગે બન્યો હતો. મૃતકોમાં 7 મહિલાઓ, 2 બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ગોઝારો અકસ્માત: નાસિક-શિરડી હાઈવે પર બસ ટ્રક સાથે અથડાઈ, 10ના મોત; 40 ઘાયલ
RELATED ARTICLES