ભાવનગરના વલ્લભીપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

આપણું ગુજરાત

Bhavnagar: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર(Vallabhipur) પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ ભત્રીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વલ્લભીપુર ઉમરાળા રોડ પર આવેલા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે કાર અને ડમ્પર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અક્સમાત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાર સવાર પરિવાર લાઠી નજીકનાં જરખીયા ગામનો રહેવાસી આહીર સમાજનો ભુવા પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.


મળતી માહિતી મુજબ જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે વલ્લભી પુર પાસે હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મૃત્યું પામનારા લોકોમાં જીલુભાઈ ભુવા (ઉ.વ.37), ગીતાબેન જીલુભાઈ ભુવા (ઉ. વ.36) અને શિવમ જીલુભાઈ ભુવા (ઉ.વ.15) ના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે મૃતક જિલુભાઈના 17 વર્ષીય ભત્રીજા શુભમ સામતભાઈ ભૂવાને ગંભીર હાલતમાં સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


અકસ્માતની જાણ થતા વલ્લભીપુર આહીર સમાજનાં આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાને લઈ આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
સમગ્ર મામલે વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની તપાસ કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.