હૅરિટેજ ટૂર માટે નવી બસ
નવી ડબલડેકર ઍસી ઈલેક્ટ્રિક બસને હૅરિટેજ રૂટ પર પણ દોડાવવામાં આવવાની છે. આ બસ શનિવાર અને રવિવારે સવારના નવ વાગ્યાથી પૂરો દિવસ હૅરિટેજ ટૂર કરશે. ઉ
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની સેવામાં ૨૧ ફેબ્રુઆરીથી ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દાખલ થઈ રહી છે. દેશની પહેલી ઈલેક્ટ્રિક એસી ડબલડેકર બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(સીએસએમટી)થી એનસીપીએ વચ્ચે દોડશે. પર્યાવરણપૂરક એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ સોમવારથી શુક્રવાર દરમિયાન એ-૧૧૫ રૂટ પર સીએસએમટીથી એનસીપીએ વચ્ચે દોડશે. શરૂઆતના પાંચ કિલોમીટર માટે ફક્ત છ રૂપિયાની ટકિટિ હશે. આ બસ સવારના ૮.૪૫ વાગ્યાથી દર ૩૦ મિનિટના અંતરે છૂટશે.
બેસ્ટના કહેવા મુજબ આ બસમાંથી પ્રવાસ કરવા માટે પ્રવાસીઓને ૧૦૦ ટકા ‘ટેપ ઈન-ટેપ આઉટ’ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી હોઈ પ્રવાસ માટે ઈચ્છુક પ્રવાસીઓ પાસે મોબાઈલમાં ‘બેસ્ટ ચલો ઍપ’ અથવા ‘બેસ્ટ ચલો સ્માર્ટ કાર્ડ’ હોવું આવશ્યક રહેશે.
હાલ બેસ્ટના કાફલામાં રહેલી ડબલડેકર બસનું આયુષ્ય પૂરું થવાને કારણે તબક્કાવાર તેને ભંગારમાં કાઢવામાં આવી રહી છે. હાલ બેસ્ટના કાફલામાં ૪૫ ડબલડેકર બસ હોઈ તેને બહુ જલદી ભંગારમાં કાઢવામાં આવવાની છે. ડબલડેકર બસ મુંબઈની શાન ગણાય છે. તેથી મુંંબઈની શાન કાયમ રાખવા માટે બેસ્ટ ઉપક્રમે ઍસી ઈલેક્ટ્રિક ૧૦૦ ડબલડેકર બસ લેવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ ગયા વર્ષથી પ્રક્રિયા ચાલુ હતી. શનિવારે ૧૧ ફેબ્રુઆરી પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલડકેર બસ બેસ્ટના કાફલામાં જોડાઈ હતી. આરટીઓની પાસેથી ક્લિયરન્સ મળી હોવાથી મંગળવારથી તે દક્ષિણ મુંબઈના રસ્તા પર દોડવાની છે.
ગયા ઑગસ્ટ મહિનામાં ઈલેક્ટ્રિક એસી ડબલડેકર બસનું ઉદ્ઘાટન થયું હતું, પરંતુ પુણેના ઓટોમોટિવ રિસર્ચ અસોસિયેશન પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મેેળવવામાં વિલંબ થયો હતો. ફેબ્રુઆરી અંત સુધીમાં વધુ પાંચ એસી ડબલડેકર બસ મળશે
બસની ઓપરેશન ક્ષમતા ૧૮૦ કિલોમીટર છે. ૪૫ મિનિટના ચાર્જિંગમાં બસ ૧૦૦ કિલોમીટર દોડી શકે છે. પૂરી બસના ચાર્જિગ માટે ૮૦ મિનિટ લાગે છે. આ બસની બોડી ઍલ્યુમિનિયમની છે. એક બસની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે. તેમાં લગભગ ૯૦ પ્રવાસી પ્રવાસ કરી શકે છે.