બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ જયપુર પિંક પેંથર્સે પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીત્યો હતો. અભિષેકે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે ફાઈનલ મેચની મજા માણી હતી. જીત બાદ તેમણે કરેલી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, અભિષેકને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મેચ જીત્યા બાદ અભિષેક ઉત્સાહિત થઈ ગયો હતો અને ઐશ્વર્યાને ખેંચીને હગ કરી હતી. અભિષેકનો આ ઓવર એક્સાઈટેડ બિહેવિયર લોકોને બિલકુલ પસંદ આવ્યો નથી.