જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું હાર્ટ એટેકથી અવસાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જ્ઞાનવાપી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અભયનાથ યાદવનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. અહેવાલો અનુસાર, તેમને રવિવારે વારાણસીના મકબૂલ આલમ રોડ પરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બનારસ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 10:30 વાગ્યે અભયનાથ યાદવને મોટો હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ત્રિમૂર્તિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શ્રૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી 4 ઓગસ્ટે જવાબ રજૂ કરવાનો હતો, જેમાં એડવોકેટ અભયનાથ યાદવની ભૂમિકા મહત્વની રહી હોત.
જ્ઞાનવાપી કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ ઓક્ટોબરમાં આ કેસની સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી હાલમાં નીચલી કોર્ટમાં ચાલી રહી છે, તેથી સુપ્રીમ કોર્ટ હાલમાં સુનાવણી નહીં કરે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.