રાજસ્થાનમાં જન્મેલ ગુર્જર પ્રતિહાર કલા વાસ્તવમાં ગુપ્તકાલની ઉત્તરાધિકારિણી છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

આભાનેરી રાજસ્થાનના દૌસા જિલ્લાનું એક ઐતિહાસિક ગામ છે. જે જયપુરથી ૯૫ કિ. મી. દૂર છે. તે ઇતિહાસની આભાથી અભિભૂત કરી દેનારું સ્થાન છે. આ નાનુ ગામ કોઈ સમયે રાજા ભોજની રાજધાની રહ્યું હતું. પુરાતત્ત્વીય અવશેષોના આધારે કહી શકાય કે તે ઘણું પ્રાચીન છે. અહીં ગુર્જર પ્રતિહાર રાજા સમ્રાટ મિહિર ભોજનું શાસન ચાલતું. તેમને રાજા ચાંદના નામથી ઓળખતા હતા. આભનેરીનું વાસ્તવિક નામ “આભાનગરી હતું, પરંતુ કાલાંન્તરમાં તેનું અપભ્રંશ થઈ થઈ આભનેરી પડ્યું હશે.
ગુપ્તકાલને ભારતીય મૂર્તિકલા માટે સુવર્ણયુગ માનવામાં આવે છે. પરંતુ મધ્યકાલીન કલાને વિકસિત સ્વરૂપ આપવામાં રાજસ્થાનમાં પ્રતિહાર વંશનું મહત્ત્વનું યોગદાન છે. કલા તેમજ મૂલ્યો અને ધાર્મિક માન્યતાઓમાં જે પરિવર્તન આવ્યું તેના ફળ સ્વરૂપ મંદિર સ્થાપત્યના વિકાસનું નવું વિકસિત સ્વરૂપ જોવા મળે છે તેથી જ મૂર્તિકલા દેવ ભવનોનું અભિન્ન અંગ બની ગયું. અલંકરણની પ્રાથમિકતા, આકૃતિઓની બહુલતા, દેવ સ્વરૂપોની વિવિધતા મધ્યકાલીન કલાની ધરોહર બની ગઈ.
મધ્યકાલીન કલાના નિર્માણમાં રાજસ્થાનનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જ્યાં યત્ર – તત્ર સર્વત્ર મંદિરો જોવા મળે છે. રાજપૂત વંશ તેમજ ધર્મપરાયણ પ્રજા અને શ્રેષ્ઠ વર્ગની ત્રિવેણીએ મંદિર અને મૂર્તિકલાની અનોખી ભેટ આપી છે.
પ્રતિહાર રાજવંશે રાજસ્થાનનું મારવાડ તેમજ કાલાન્તરમાં ગ્વાલિયર તથા કનોજને પોતાની રાજધાની બનાવી. તેમના શાસન દરમિયાન અનેક ભવનો સાથે મંદિરનું નિર્માણ થયું. રાજસ્થાનમાં જન્મેલ પ્રતિહાર કલા વાસ્તવમાં ગુપ્તકાલની ઉત્તરાધિકારિણી છે. ૭-૮ સદીમાં પશ્ર્ચિમ રાજસ્થાનમાં મંદિર સ્થાપત્ય અને મૂર્તિકલાને નવી ઊર્જા આપી.
રાજસ્થાનની પૂર્વ મધ્યકાળમાં મૂર્તિકલા ધાર્મિક સમભાવ, સોહાર્દની જીવંત અભિવ્યક્તિ હતી. વિભન્ન સંપ્રદાય વચ્ચે સમન્વય અને સહિષ્ણુતાનો પ્રમુખ અવાજ હતો. મધ્યકાળમાં મંદિર સ્થાપત્યમાં પંચાયતન શૈલીની અવધારણા આનું જ પ્રતિફળ છે.”ઊઇં લત્ રુમર્પ્ીં રૂવળ્ડળ મડાધ્ટ નું મૂર્ત રૂપ મૂર્તિકલા છે. પૂજા -અર્ચના અને સાજ – સજજાના રૂપમાં મોટી સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ થયું.
નિલીમા વશિષ્ઠા પોતાના શોધનિબંધ “”Temples In Rajasthan : A Geographical And Historical Perspective (800 A.D. -1000 A.D.)”માં જણાવે છે કે, રાજસ્થાનમાં આવેલ આભાનેરી મંદિર મુખ્ય વૈષ્ણવ મંદિર હતું પછીથી હર્ષતમાતા મંદિર અથવા માતા હરસિદ્ધિની પ્રતિષ્ઠા કરેલ. આ મૂર્તિ ચોરાઇ ગયેલ. ઉપરની છતમાં ચારો તરફ રથીકાઓમાં સુંદર મૂર્તિ જડેલ છે. ગોળ મંચ પર પરિચારિકાઓ સહિત, રાજપુરુષ, યુદ્ધ ક્ષેત્ર માટે પ્રસ્થાન કરતા ખડગધારી વીરપુરુષને નાયિકા રોકતી હોય, સંગીતના રસાદાન કરતા નાયક, નર – નારી યુગ્મ દંપતી, આનંદ પ્રમોદ, ક્લિક્રીડા, નૃત્ય સમાજ વગેરેની અભિવ્યક્તિ છે.
ઓસીયાના પ્રતિહાર મંદિરની જેમ જ આભાનેરી મંદિર પણ પંચાયતન મંદિર છે. પ્રમુખ મંદિરની ચોતરફ ખૂણામાં વિભિન્ન દેવતાઓને સમર્પિત કર્ણપ્રસાદ છે જે આજે ખંડેર છે. ઊંચા ચબુતરા પર બનેલ મંદિર પૂર્વાભિમુખ છે જેમાં પરિક્રમા હેતુ પ્રદક્ષિણા પથનું પ્રાવધાન છે. પ્રતિહાર યુગીન સાધાર પ્રાસાદનું સુંદર ઉદાહરણ છે. ગર્ભ ગૃહનો અર્ધભાગ પર મધ્યવર્તી તરફ વૈષ્ણવ દેવ પરિવારની મૂર્તિઓની હાજરી વૈષ્ણવ સ્વરૂપની સાબિતી પૂરે છે. દક્ષિણ તરફ પુરુષાકાર ગુરુડ પર બેઠેલ ચતુર્ભુજ વિષ્ણુ ઉત્તર તરફ સમર્પણ યુક્ત ચતુર્ભુજ આસનમાં બેઠેલ બલરામ તથા પશ્ચિમ દિશા તરફ દ્વિભુજિ કમરવાહના પ્રધુમ્નની મૂર્તિઓ છે. વિષ્ણુ અને બલરામના ઉપરના હાથોમાં ક્રમશ : ગદા અને ચક્ર તથા હળ અને મુશળ છે. જ્યારે નીચે બંને હાથ ખંડિત થયેલ છે. કૃષ્ણ
રુકમણીના પુત્ર પ્રધુમ્નની સ્વતંત્ર મૂર્તિ એકમાત્ર અંકન આભાનેરીમાં મળ્યું જે અનૌઠું છે. વિષ્ણુ ધર્મોતરણ પુરાણ અનુસાર તેમની મૂર્તિ ધનુષ બાણ સહિત અંકિત થવી જોઈએ. આભાનેરીની મૂર્તિમાં ધનુષ બાણ સ્પષ્ટ દર્શાય છે તેમજ નીચે તેમના વાહનના રૂપમાં મંકન પણ અંકિત છે.
આભાનેરીની મૂર્તિ શિલ્પમાં કલાના ભારો ભાર દર્શન થાય છે. આભાનેરીની મૂર્તિકલામાં કૃષ્ણ અને બલરામની વિભિન્ન જન હિતકારી લીલાઓનું વર્ણન કલાકારો માટે પ્રિય વિષય બન્યા છે. ગોવર્ધન ધારણ, અશ્ર્વરૂપ ધારી કેસી રાક્ષસનો કૃષ્ણ દ્વારા વધ તથા બલરામ દ્વારા સુતલોમહર્ષક વધનું અંકન પણ આભાનેરીમાં થયું છે.
આભાનેરીમાં શૈવ પરિવાર તથા માતૃકા પ્રતિમાઓના નિર્માણમાં શિલ્પકારોએ પોતાની કલાને નિખારી છે. શિવના વિભિન્ન રૂપ નટેશ, ગણપતિ તથા કાર્તિકેયની અનેક પ્રતિમાઓ પ્રાપ્ત થયેલ હતી. પ્રતિહાર કલામાં લકુલીશની પ્રતિમાઓનો અભાવ જોવા મળે છે. આ પ્રતિમાઓનો આભાવ આભાનેરીમાં પણ છે.
આભાનેરીમાં દેવી મૂર્તિયો પ્રતિહાર કલામાં ચરમોતર્ષ છે. મહિષમર્દી કલાની કમનિયતા અને શિલ્પ સૌષ્ઠવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આભાનેરીમાં મહિષમર્દીનીનું કસ્થાન ગજલક્ષ્મીએ લીધેલ જણાય છે. જે આમેર સંગ્રાહલયમાં સુરક્ષિત છે.
રાજસ્થાનના પ્રતિહાર કાલીન કેન્દ્રોમાં વિષ્ણુનું યોગી રૂપ લોક પ્રચલિત હતું જેમાં આભનેરી, ઓસીયા અને ડિડવાલામાં યોગી – નારાયણ તેના ઉદાહરણ છે. જેમાં ભગવાન વિષ્ણુના હાથ પ્રાય: અંજલિ મુદ્રામાં છે.
પૂર્વ મધ્યકાલ પ્રતિહારના સમયે ગણેશની અનેક મૂર્તિનું નિર્માણ થયું જેમાં આભાનેરીમાં ચતુર્ભુજ ગણેશની લલિતાસનમાં બિરાજમાન બતાવ્યા છે.

Google search engine