આરોગ્ય – પ્રથમેશ મહેતા
લગ્ન પ્રસંગ એટલે? બે પરિવારનું મિલન. બે હૃદયનું સાયુજ્ય. પણ સાથે ખૂબ મસ્તી, ધમાલ, પાર્ટી, નાચગાન, જાતજાતની વાનગીઓ ખાવાની મજા. લગ્નના ભોજન સમારંભનું આગવું મહત્ત્વ હોય છે. આમંત્રિતો પણ લગ્નના જમણવારની આતુરતાથી રાહ જોતા હોય છે.
લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. તમારા ઘરે મિત્રો અને સંબંધીઓના લગ્નનાં આમંત્રણો આવ્યા જ હશે. સંબંધીઓને મળવાની અને મોજ-મસ્તી કરવાની આ તક છે. આ સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ કાર્યક્રમમાં રોમાંચકતા ઉમેરે છે, પરંતુ ઘણી વખત લગ્નની પાર્ટીમાં ખાવામાં આવેલ બિનહિસાબી ખોરાક તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
કેટલાક યજમાનો મહેમાનોને હોસ્ટ કરવા માટે એટલા ગંભીર હોય છે કે તેઓ મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. બની શકે કે તમને પ્રખ્યાત હલવાઈ દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ ખૂબ ભાવે. પરંતુ આ બધાની વચ્ચે તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા પેટની ક્ષમતાથી વધારે ખવાઈ ન જાય! ઉપરાંત, એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમને ભાવતું હોય પણ ફાવતું ન હોય એવું ન ખવાઈ જાય. મર્યાદાથી વધુ ખવાઈ જાય તો પછીના દિવસોમાં પેટ પરેશાન કરી શકે છે. આવી કોઈપણ સમસ્યાથી બચવા માટે આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેને અનુસરીને તમે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશો અને લગ્નની સીઝનમાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ઇવેન્ટ પહેલાં ભૂખ્યા ન રહો
કેટલાક લોકો લગ્નના દિવસે ભૂખ્યા રહે છે કે પાર્ટીમાં ઝાપટી શકાય. આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખોટું હોઈ શકે છે. ઘણા લોકો લગ્ન કે પાર્ટી પહેલા હળવું જમવાનું વિચારે છે અને વ્યસ્તતાને કારણે ભોજન કરી શકતા નથી. આખો દિવસ ભૂખ્યા રહ્યા પછી રાત્રે વધુ પડતું ખાવાથી ઊલ્ટી, ઝાડા અને અપચો થઈ શકે છે. એટલા માટે પહેલી સલાહ એ કે કોઈપણ પાર્ટી પહેલા ભૂખ્યા ન રહેવું. એક સાથે વધુ પડતું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ખાવા પર નિયંત્રણ રાખો
સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને, તમે તમારી જાતને રોકી શકશો નહીં, પરંતુ જો તમે ઈચ્છો છો કે પાર્ટી પછી પણ તમારું સ્વાસ્થ્ય સારું રહે, તો તમારે ખાવાની લાલસા પર નિયંત્રણ રાખવું પડશે. આ ઉપરાંત, લગ્નમાં કંઈપણ ભારે ખાવાનું ટાળો. ભોજન સિવાય તમે ફ્રૂટ ચાટ, સલાડ વગેરે પણ લઈ શકો છો. સૂપ પણ એક સારો વિકલ્પ છે.
પાણી પીવાનું રાખો
ઉનાળો, વરસાદ કે શિયાળો, ઋતુ ગમે તે હોય, પૂરતું પાણી પીવું જોઈએ. લગ્ન દરમિયાન તમે વિવિધ પ્રકારના જ્યુસ પી શકો છો. શરીરમાં પાણીની પૂરતી માત્રા જાળવી રાખવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. બીજો ફાયદો એ છે કે પાણી પીવાથી તમને પેટ ભરેલું લાગે છે અને તમે વધારે ખોરાક ખાતા નથી. પાણીને બદલે તમે ઋતુ પ્રમાણે કુદરતી પીણા જેવા કે શિકંજી, દૂધ વગેરેનું સેવન પણ કરી શકો છો.
તળેલું કે જંક ફૂડ ખાવાનું ટાળો
ઘણીવાર લગ્નમાં લોકોને તળેલું ખાવાનું વધુ પસંદ હોય છે. સામાન્ય રીતે લગ્નમાં માત્ર તળેલા સ્ટાર્ટર અને જંક ફૂડ જ ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં, જો શક્ય હોય તો, પોતાને તેમનાથી દૂર રાખો. તળેલા ખોરાકમાં બેડ ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, તેનું સેવન તમારી તબિયત બગાડી શકે છે. જો તમે ઇચ્છો, તો તેને થોડી માત્રામાં ખાઈ શકો છો. ઉપરાંત, દૂધની બનાવટો અથવા સલાડ, ફળોના બાઉલ ખાઓ. તેઓ તમને હાઇડ્રેટેડ પણ રાખશે અને તમને નુકસાન પણ નહીં થાય.
મોકટેલ કે આલ્કોહોલ પીવાનું ટાળો
લગ્નની પાર્ટીઓમાં મોકટેલ કે દારૂનું સેવન સામાન્ય બની ગયું છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે તેનાથી દૂર રહેવું સારું. આ પીણાંમાં ઘણી બધી કેલરી હોય છે, તેને પીવાથી તમારું વજન વધે છે. ઉપરાંત, તેમના વધુ પડતા સેવનને કારણે, તમને ઘણી શારીરિક સમસ્યાઓ પણ થઈ
શકે છે. ઉ