Homeતરો તાજાઆ સપ્તાહના ગ્રહયોગો

આ સપ્તાહના ગ્રહયોગો

આરોગ્યના એંધાણ – -જ્યોતિષી આશિષ રાવલ

સૂર્ય ગ્રહ કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર – કુંભ રાશિમાંથી તા. ૧૫ મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા રાશિમાં પરિભ્રમણ કરશે.
નારાયણ ભગવાનને શુદ્ધ જળનો અર્ધ્ય આપવાથી આયુ, આરોગ્યની બાબતે સુખાકારી બની રહેશે. સપ્તાહમાં માવઠા થવાની સંભાવના રહેલી છે.
મેષ રાશિના જાતકો ને વાદ-વિવાદ થવાના કારણે રાત્રિએ ઊંઘ ઓછી આવવાથી તબિયત બગડે. શક્ય હોય તેટલુ મૌન રહેવાનો પ્રયાસ કરશો. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે જળાભિષેક કરવો ઉતમ બની રહે. બહાર ગામનો પ્રવાસ અવશ્ય ટાળજો.
વૃષભ રાશિના જાતકોને યુરીનમાં બળતરા થવાની શક્યતા રહેલી છે. નિત્ય પૂજા સાથે મહાકાળી માતાજીના મંત્ર જાપ અવશ્ય કરશો.
મિથુન રાશિના જાતકો ને પગના ઘૂંટણે દુખાવાની અસર વર્તાય. શરદી કફની અસર ધીમે ધીમે વધે. અજાણી જગ્યાનું પાણી પીવું નહીં. ભગવાન વિષ્ણુનું સ્મરણ સહૃદયપૂર્વક કરવું.
કર્ક રાશિના જાતકોને માનસિક ભય, ચિંતા
વધારે સતાવે.લગ્ન જેવા શુભ પ્રસંગમાં જવાનું
ટાળજો કારણ કે તેનાથી આરોગ્ય બગડી શકે.ચંદ્ર ગ્રહના મંત્ર અવશ્ય કરવા તેમજ દૈવી કવચ નો પાઠ કરવો.
સિંહ રાશિના જાતકોને પેટમાં તેમ જ પગમાં સ્નાયુને લગતી તકલીફ વધે. માનસિક થાક વધુ જણાય. નજીકના વડીલોના આશીર્વાદ લેવા. વાણી ઉપર સંયમ રાખવો.
ક્ધયા રાશિના જાતકોને કમરની તકલીફ વર્તાય. કબજિયાતની તકલીફ સાથે ચક્કર આવવા, માથામાં દુ:ખાવો થવા જેવી અનેકવિધ શારીરિક સમસ્યાઓ વધે. તુલસીના કુંડાનું દાન આપવું. તેનાથી શારીરિક સુખાકારી વધશે.
તુલા રાશિના જાતકોને ગળામાં તકલીફ થઈ
શકે. એના માટે મહાલક્ષ્મીના જાપ અતિ ઉત્તમ
રહેશે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને આરોગ્ય એકંદરે સારું રહેશે. કુલદેવી ઉપાસના અને ચંદ્ર ગ્રહના જાપ કરવા હિતાવહ અને અતિ ઉત્તમ રહેશે. શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરશો.
ધન રાશિના જાતકોને ડાયાબિટીસ ની અસર વધુ જણાય. ગુરુ મંત્રના જાપ નિયમિત કરશો. ગુરુવારે ચણાની દાળ ખાઇને ઉપવાસ કરશો.
મકર તથા કુંભ રાશિના જાતકોને માનસિક ઉદ્વેગ, અશાંતિ અજંપો વધે. ફેમીલી દાક્તરની દવા લેશો. દરરોજ હનુમાનજીના દર્શન તથા હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરશો.
મીન રાશિના જાતકોને ખભા પર વાગવાની સંભાવના રહેલી છે. ડાયાબિટીસ તથા શ્ર્વાસની તકલીફવાળા દર્દીઓએ વધુ કાળજી રાખવી આવશ્યક બની રહેશે.
દરેક રાશિના જાતકોએ સ્નાનાદીથી પરવારીને સાંજે શુધ્ધ ધીનો દીપ તુલસી કયારે પ્રગટાવવાનું ભૂલશો નહીં સાથોસાથ ગુગળનો ધૂપ
નિયમિત કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular