-જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહના પ્રારંભમાં ગોચર ગ્રહો પોતાની રાશિમાં યથાવત્ રહેશે અલબત્ત બીજી રાશિમાં પ્રવેશ કરશે નહીં. તબિયત તંદુરસ્તીનો કારક સૂર્ય ધન રાશિમા અંશાત્મક આગળ વધવાથી આળસુ સાથે પ્રમાદી બનાવે. સામાન્ય સંજોગો કરતાં ઊંઘ વધુ આવવાનું પ્રમાણ બની રહે તેમ જ વધુ ખોરાક લેવાથી ઇચ્છા શક્તિ બની રહે. તાજા જન્મેલા ભૂલકાઓ માટે તાવ સાથે શરદી રહ્યા કરે. ગૃહિણી મહિલા જાતકો ને કાનમાં પવન ભરાવવાની શક્યતાઓ રહેલી છે. સિટિઝન વર્ગને અશકિત સાથે ભુખ ન લાગવાની ફરિયાદ બની રહે. યુવાવર્ગને ગળાને લગતી સામાન્ય તકલીફ જણાય. આ સપ્તાહના અંતે ડાયાબિટીસ તથા કિડનીથી પીડિત દર્દીઓ માટે વધુ રાહત ચોક્કસ જણાશે. યુરીન સંબંધિત દર્દીઓએ ને વધુ બિમારીઓથી સતાવે.
ધન રાશિ અગ્નિતત્ત્વ હોય હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે તેમ જ સુસવાટા વાળા પવનો ફુકાશે. સવાર-સાંજ શુદ્ધ ઘીનો દિપક સાથે કપૂર કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને હકારાત્મક વિચારોનું વલણ વધશે. ખાદ્ય પદાર્થમાં તાજા સાથે ડુંગળી,લસણ તેમજ ફુદીનાનું સેવન કરવું જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે.
મેષ રાશિના જાતકોને ચંદ્ર પરથી રાહુના ભ્રમણને કારણે શક્ય તેટલું મૌન રહેવાનો પ્રયાસ કરશો નહિતર વાદ-વિવાદથી સંબંધોમાં ટકરાર થવાથી તેની સીધી અસર આરોગ્ય ઉપર પડી શકે છે. નિત્ય ઈષ્ટદેવનો દીવો કરી તેના જાપ કરવાથી સમસ્યા હલ થશે.
વૃષભ રાશિને હજુ પણ ઠંડી વધુ લાગવાથી ગળું પકડાઈ જાય તેમ જ તાવ ઉતરે નહીં માટે તાત્કાલિક દવા સાથે ઇન્જેક્શન દાક્તરી સલાહ મુજબ લેવુ. ગાયત્રી મંત્ર અવિરત ગણવો.
મિથુન રાશિના જાતકોને પાચન શક્તિ મંદ પડતી જણાય જેને કારણે હળવો ખોરાક ખાવો. નિત્ય ઈસ્ટ ઉપાસના ચાલુ રાખવી. દેવાધિદેવ મહાદેવને જળાભિષેક અવશ્ય કરવો.
કર્ક રાશિના જાતકોને રાત્રે ઊંઘમાં વારંવાર ઝબકી જવાય તેમ જ બિહામણા સપનાં આવે. જમણા હાથની ત્રીજી આંગળી એ ચંદ્રનું મોતી અવશ્ય પહેરવું. આ સપ્તાહ એકંદરે ખૂબ જ સાનુકૂળ બની રહેશે કોઈ ચિંતા નું કારણ નથી.
સિંહ રાશિના જાતકોને વધુ પડતો શારીરિક શ્રમ કરવા ને કારણે ઊંઘ હરામ થઈ જાય જેને કારણે તબિયત બગડી શકે. સવાર-સાંજ જમવાનો સમય સાચવવો. ઊંઘની ગોળી લેવાનો પ્રયાસ કરવો નહીં.
ક્ધયા રાશિના મોટી ઉંમરના જાતકોને ગઠિયો વા થવાની સંભાવના રહેલી છે. તેમ જ અન્ય વ્યક્તિને ગેસ કબજિયાતને કારણે તબિયત બગાડી શકે. ઘર કે ઓફિસની નજીક આસપાસ વૃક્ષની સેવા કરવાથી બગડેલ આરોગ્ય સુધરશે. માનસિક ઉદ્વેગ અશાંતિ અજંપો ઘટશે.
તુલા રાશિના જાતકો આ સપ્તાહ આરોગ્ય બાબતે સુખાકારી બની રહેશે. અગાઉની બીમારી હશે તો પણ સંપૂર્ણ રાહત જણાશે. નિત્ય કુળદેવી સાથે મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી અનેકવિધ લાભો જણાશે. વૃશ્ર્ચિક રાશિના જાતકોને માનસિક સમસ્યાઓ વધતી જણાય. મસાનું ઓપરેશન સંભવ. કઠણ પદાર્થો ખાવા નહીં તેમ જ મોડી રાત્રે ભોજન કરવું નહીં. દૈવી ઉપાસના સાથે ગુરુ મંત્રની માળા કરવાથી વિશેષ ફાયદો જ લાગે.
ધન રાશિના જાતકોને સામાન્ય રીતે આરોગ્યની તકલીફ વર્તાય, પરંતુ ગણતરીના કલાકોમાં આરોગ્ય સુધરી જાય. સૂર્ય,ગુરુ,શનિ ગ્રહના જાપ કરવાથી મનોસ્થિતિ વધુ મજબૂત બને. દત્ત બાવની કે સાંઈ ચાલીસાનું પઠન વધારે લાભકારી બની રહેશે.
મકર રાશીના જાતકોને કબજિયાતની સમસ્યા છાલ છોડે નહીં માટે રેગ્યુલર દવા સાથે આયુર્વેદિક દવા પણ કરવી. શનિવારે શનિદેવને એક મુઠ્ઠી કાળા અડદ અર્પણ કરવા. વાસી ખોરાક ખાવાનું ટાલજો. હનુમાન ચાલીસાના પઠન વધુ લાભ કરતાં બની રહેશે.
કુંભ રાશીના જાતકોને ઘૂંટણને લગતી સામાન્ય સમસ્યા જણાય. દરરોજ હનુમાનજીનું તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનું પઠણ કરવાથી સમસ્યા હલ થશે તેમ જ પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું.
મીન રાશિના જાતકોને વજન હજુ પણ વધવાની શક્યતાઓ રહેલી છે. માટે ગલી મીઠાઈ તેમજ કાજુ,બદામ વધુ પડતા ખાવા નહીં. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે કાળભૈરવ ચાલીસા કરવી. યુવા તેમ જ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે. દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. નિત્ય શુદ્ધ ઘી નો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં. પોતાની યથાશક્તિ મુજબ ગરીબ ગુરબાને અવશ્ય મદદ કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે.