Homeપુરુષમહિલા જાતકોને માસિક સમસ્યાઓ વધુ સતાવી શકે છે

મહિલા જાતકોને માસિક સમસ્યાઓ વધુ સતાવી શકે છે

-જ્યોતિષી આશિષ રાવલ

રાશિ પરિવર્તન થતા નથી.ગત સપ્તાહમાં રહેલ રાશિમાં ભ્રમણ કરતા ગ્રહો અંશાત્મક વધુ આગળ વધશે. આરોગ્યની સુખાકારી બક્ષનાર સૂર્ય ગ્રહ સૂર્ય-વૃશ્ર્ચિકમાં હોવાથી ગુપ્તજન્ય રોગો વકરે જે સામાન્ય રીતે ગૃહિણીઓ તેમ જ સિનિયર સિટિઝન વર્ગને તકલીફો વધારી શકે છે. શરદી, ઉધરસ તથા કળતરની સમસ્યાઓ યુવાવર્ગને ડાયરેક સ્પર્શી શકે છે. નેત્ર પીડાના દર્દીઓ હવે ચોક્કસ રાહત અનુભવશે.
અખીયા મિલાકે ચેપી રોગ આંખોનો નિયંત્રણમાં આવી જશે. પરિવારમાં લાંબા સમયથી પીડિત દર્દીને બિમારીમાંથી રાહત મેળવવા નિત્ય ઈષ્ટદેવનો દીપ શ્રદ્ધા વિશ્ર્વાસથી કરશો.
ગ્રહમંડળમાં વક્રી ગ્રહો પ્રભાવને કારણે મહિલાઓ જાતકોએ કોઈપણ કારણસર સ્મશાનમાં પગ મૂકવો નહીં કારણ કે માસિક સમસ્યાઓ વધુ સતાવી શકે છે. આરોગ્ય બાબતે સુખમય માટે સૂર્યોદય પહેલા ઉઠવું સ્નારંભ કરી તુલસી કયારે જળ અર્પણ કરવી નિત્ય પાંચ તુલસી પાન સાથે સૂકો મેવો સાથે ઉકાળેલું દૂધ પીવાથી આરોગ્યની સુખાકારી વધુ સારી બની રહેશે.
મેષ: રાશિના જાતકોને નોકરી-ધંધાના સ્થળે માનસિક ઉદ્વેગ, અશાંતિ રહ્યા કરે તેને કારણે ઊંઘ ઓછી આવે.
વારંવાર અશકિત જણાય માટે ખાન પાન નિયમિત રાખશો તેમ જ નિત્ય ગુરુમંત્રનો જાપ કરવાથી સમસ્યા હલ થશે.
વૃષભ: રાશિ વાળાને નાનકડો અકસ્માત સંભવ માટે વાહન ચલાવવામાં કાળજી રાખવી નિત્ય કુળદેવીનો મંત્ર અવિરત જાપ કરવો.
મિથુન: રાશિના જાતકોને છાતીમાં દુ:ખાવો થયા કરે માટે તાત્કાલિક ૧૦૮ દાકતરી સેવા લેવી. ગત સપ્તાહમાં બગડેલ આરોગ્ય હજુ પણ સુધરશે. નિયમિત પિપળે ક્યારે દીવો ધરશો તથા મનોમન પ્રાર્થના અવશ્ય કરશો.
કર્ક: રાશિના જાતકોને વારંવાર તાવ આવવાની અસર વર્તાય. બેચેની જણાય. દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરીને અક્ષત ચડાવવા.
સિંહ: રાશિના જાતકોએ ખાવા પીવાની ચીજવસ્તુઓથી કાળજી રાખવી નહીંતર ગૅસ, કબજિયાત વક્રી શકે.
ક્ધયા: રાશિનાવાળાને આરોગ્ય બાબતે મધ્યમ બની રહેશે, પરંતુ સપ્તાહની અંતે અગાઉની બીમારીઓ ઓચિંતાની બહાર આવી શકે!! મનોસ્થિતિ ખૂબ જ પરિપક્વ રાખજો. શક્તિ મુજબ બ્રાહ્મણને બ્રહ્મભોજન સાથે સફેદ વસ્તુનું ચીજ વસ્તુઓનું દાન કરવાથી ભવિષ્યમાં થનાર બીમારીઓમાંથી કંઈક અંશે ચોક્કસ હળવાશ થશે. લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે મહામૃત્યુંજય જાપ, સર્વ રોગ નિવારણ મંત્ર, શાંતિમંત્ર કરવાથી રાહત લાગશે.
તુલા: રાશિના જાતકોને તાવ, શરદી સાથે શિર દર્દ થવાના પૂર્ણ ગ્રહોનો સંકેત રહેલ છે. માટે ઉકાળેલું વધુ પાણી પીવું. કુળદેવીનું સ્મરણ નિત્ય કરવું.
વૃશ્ર્ચિક: રાશિના જાતકોને પાણીજન્ય રોગોથી વિશેષ કાળજી રાખવી તેમ જ યોગ્ય દાકતરની સલાહ મુજબ દવાનો કોષ પૂર્ણ કરવો. કુળદેવી ઉપાસના સાથે મહાકાલી આરાધના કરવાથી ફલશે.
ધન: રાશિના જાતકોને ડાયાબિટીસ હશે તો યથાવત્ રહેશે. આ બાબતે કોઇ જ પ્રકારની ચિંતા કરશો નહીં.
ગુરુવારે દત્ત બાવની પઠન કરશો તેમ જ ગાયને ચણાની દાળ ખવડાવશો અને શક્ય હોય તો પીળા કલરની ચીજ વસ્તુ અવશ્ય જમજો.
મકર: રાશિના જાતકો ને આંતરડાની તકલીફને કારણે મરડો થઈ શકે. અચાનક ઉલટી સંભવે. તેમ જ કબજિયાતની બીમારીમા રાહત ધીમે ધીમે જણાશે. પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું.
કુંભ: રાશીના જાતકોને ખાટા ઓડકાર આવવાની સંભાવના રહેલી છે માટે વધારે પડતું તીખું, તળેલું, તેમ જ ખાટા પદાર્થો ખાવા નહીં. નિત્ય શનિ મંત્ર તથા હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરશો.
મીન: રાશિના જાતકોને શરીરમાં અશક્તિ
જણાય જમણો ખંભો વધારે દુ:ખે. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુ મંત્રનો જાપ કરવાથી વધારે હિતકારી બનશે.
ધંધામા સરકારી બાકી વેરા નોટિસો આવવાથી માનસિક ચિંતા રહ્યા કરે, પરંતુ સમય અનુસાર સમસ્યા હલ થઈ જશે. સાઇબાબાના મંદિરમાં નિત્ય દર્શન કરવા જશો. દેવમંદિરમાં સેવા કરશો.
યુવા તેમ જ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરવું તેમજ સમય હોય તો ગાયત્રીમંત્રો નવ મિનિટ સુધી ગણશો.
આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. ઈષ્ટદેવ સાથે કુળદેવીનો નિત્ય શુદ્ધ ઘીનો દીપ સવારે તેમ જ સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular