આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
ખાનપાનમાં મગનો ઉપયોગ વધુ કરવો. ગરીબોને મસૂરની દાળ આપવી ઉત્તમ ગણાશે. લીંબુના રસનું સેવન હિતાવહ બની રહે. મોડી રાત્રિએ ભોજન તથા સૂવાનો સમય ન રાખશો. અસત્ય વચન, માંસ, મદિરાનું સેવન કરતા હો તો છોડી દેશો. તેનાથી બગડેલ આરોગ્ય તાત્કાલિક સુધરશે. શનિવારની સંધ્યા સમયે પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવી અગરબત્તી કરશો. આમ કરવાથી પરિવારમાં રોગ, માંદગીના અશુભ વૈચારિક વાતાવરણ તૂટશે
—
આ સપ્તાહમાં ગોચર ગ્રહોનું પરિભ્રમણ ગ્રહ મંડળના રાજા સૂર્ય-વૃષભ રાશિમાં(શત્રુ ઘરમાં), મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ(સ્વગૃહી), રાહુ-મેષ, કેતુ-તુલા રાશિમાં રહેશે. આરોગ્યની સુખાકારી માટેનો કારક સૂર્ય સાથે બુધ ગ્રહનો અંશાત્મક સંબંધ થવાથી ચામડીના દર્દો આપે. યુવાવર્ગ, ગૃહિણી મહીલાઓને ગુપ્તાંગ ભાગે ચામડીના રોગો થવાની શક્યતાઓ રહેલી રહેલી છે, તેમ જ ઝડપથી મટવાની સંભાવના ઓછી રહેલ છે.
ગરમ પાણીથી કપડાં ધોવા તેમ જ અલગ ગોઠવવા. તીખું તળેલું તેમ જ બજારુ કોઈ ચીજ વસ્તુઓ ખાશો નહીં. રાત્રિના સમયે વાહન અકસ્માતો વધી શકે. સૂર્ય-રાહુ બીયા બારુ થવાથી રહીશોમાં આત્મવિશ્ર્વાસનો અભાવ આવે. સિનીયર સીટીઝન વર્ગને ઉદ્વેગ, અશાંતિ, અકારણ અજંપો રહ્યા કરે.
ઉંમર લાયક જાતકોને બહાર ગામનો પ્રવાસ ટાળવો. ગરમ પવનો ફુકાવવાથી તાવ જેવી બીમારીઓ વ્યાપક જોવા મળે. મેષ રાશિમાં રાહુ ભ્રમણ કરતો
હોવાથી દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ, સાથે ઉગતા સૂર્ય નારાયણ દેવતાને શુદ્ધ જળનાં કળશમાં સાકર
નાખીને અર્ધ્ય આપવાથી આરોગ્ય માટે શુભમય બની
રહેશે. વિદ્યાર્થી વર્ગને વિદ્યા પ્રાપ્તિ માટે આત્મવિશ્ર્વાસ વધારશે!
મેષ રાશિના જાતકોને રાત્રિએ ઊંઘમાં બબડાટ કરવાની ફરિયાદ બને. આંખોમાં બળતરા થાય તેમ જ ભૂખ ઓછી લાગે. દૈનિક કામકાજમાં ઉમંગ, ઉત્સાહનો અભાવ જોવા મળે. દરરોજ દેવાધિદેવના મંદિરમાં જઈને દર્શન સાથે જળાભિષેક કરવો ઉતમ બનશે. વાસી તેમ જ ગળ્યું ખાશો નહીં.
વૃષભ રાશિના જાતકોને વારંવાર ઝાડા, ઉલ્ટી થવા માટેનો માનસિક ભય રહે. ગળામાં ઇન્ફેક્શન સાથે
બળતરા થવાની શક્યતાઓ રહેલી છે. નિત્ય કુળદેવીની ઉપાસના આરાધના કરશો તેમ જ મનોમન મજબૂત રહેજો.
મિથુન રાશિના જાતકોને ગત સપ્તાહ કરતા આરોગ્ય સુધરશે. ઊંઘ ઓછી આવવાની સંભાવના રહેલી છે જેને કારણે તબિયત ઉપર થોડી અસર પડી શકે. સંધ્યા સમય કે રાત્રિએ ગાયત્રીમંત્રની એક માળા કરવી.
કર્ક રાશિના જાતકોને હાડકાનો દુખાવો લાગવાથી શરીરમાં અશક્તિ જણાય. સપ્તાહના અંતે ગરમીમાં લૂ લાગી શકે તેમ જ ઝાડા, ઉલ્ટી થવાની શક્યતાઓ રહેલી છે. ફક્ત ને ફક્ત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આરોગ્યમાં રાહત જણાશે.
સિંહ રાશિના જાતકોને સપ્તાહના મધ્ય સમયે અશુભ સમાચાર મળવાથી છાતીમાં ધાસકો પડે. ડાબા પગે વાગવાની શક્યતાઓ રહેલી છે. શરીરમાં બ્લડ ચડાવવુ પડે તેવી શક્યતાઓ. સ્વભાવમાં ઉગ્રતા આવવાથી આરોગ્ય બાબતે કાળજી રાખવી. આદિત્ય નારાયણ સ્તોત્રનો પાઠ કરવાથી રાહત ચોક્કસ જણાશે. ઊગતા સૂર્યને હંમેશાં કંકુ વડે અર્ધ્ય આપશો.
ક્ધયા રાશિના જાતકોને પેટના આતરડાંને લગતી તકલીફો, ગેસ, એસીડીટી થવાની શક્યતા છે તેથી વિશેષ કાળજી રાખવી. અનુભવી ડૉક્ટરની સલાહ સૂચન મુજબ નિયમિત દવા કરશો. બુધવારે એકટાણું કરશો. શિવલિંગ ઉપર જળાભિષેક કરશો.
તુલા રાશિના જાતકોને તાવ, શરદી, ઉધરસ આવવાની ફરિયાદ રહી શકે. નિત્ય ઈસ્ટ ઉપાસના સાથો-સાથ
ગુરુ મંત્રની માળા કરશો. શેર બજારમાં નુકસાની આવવાથી તેની અશુભ અસર માનસિક બની શકે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને ગુપ્તાંગ ભાગે નાની-મોટી કોઈ ચીજવસ્તુઓ વાગી શકે. મોડી રાત્રિએ ઊંઘ આવે. હિતશત્રુ તેમ જ નવા-નવા શત્રુઓનું નિર્માણ થવાથી માનસિક ચિંતાના કારણે આરોગ્ય કથળે. નિત્ય દૈવી ઉપાસના કરશો તેમ જ ભોજનમાં કઠોળ ખાશો.
ધન રાશિના જાતકો માટે પેટ ફુલવાની સમસ્યા જણાય તેમ જ ગેસ, એસીડીટી વધે. ખાટા ઓડકાર વારંવાર આવે. ગુરુ મંત્રની એક માળા કરશો તેમ જ ગુરુ ગીતાનો પાઠ કરશો.
મકર રાશિના જાતકોને આ સપ્તાહમાં વારંવાર સ્મશાન જવાનો યોગ રચવાથી મનોસ્થિતિ ડામાડોળ બને. મોડી રાત્રિએ તાવ આવે,ઊંઘ અનિયમિત આવે. હાલતા ચાલતા રામ નામનો મંત્ર કરવો ઉત્તમ બની રહેશે. સમય અનુસાર બજરંગ બાણ નો પાઠ કરશો.
કુંભ રાશિના જાતકોને વારંવાર સૂવાની પથારી બદલાવાથી આરોગ્ય બગડે. ઊંઘ હરામ થઈ જાય તેમ જ પાચનશક્તિ મંદ પડે. નોકરી ધંધામાં સમય અનુસાર કાર્યરત રહેવું. હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવા. દલિતોની સેવા કરવી.
મીન રાશિના જાતકોને આ સપ્તાહમાં અનેકવિધ બીમારીઓનો સામનો કરવો પડે. નિત્ય તુલસીના પાન ખાવા તેમ જ ઠંડુ પાણી પીવું નહીં. બહારગામનો પ્રવાસ શક્ય હોય તો ટાળશો. ગુરુવારે સાઈબાબાના મંદિરમાં જઈ દર્શન કરવા. ઉ