Homeતરો તાજાઆ સપ્તાહમાં સૂર્ય ગ્રહના જાપ તેમ જ આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન વધુ...

આ સપ્તાહમાં સૂર્ય ગ્રહના જાપ તેમ જ આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન વધુ લાભકારી બની રહેશે

આરોગ્યના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગોમાં રાજાદી સૂર્ય-ગ્રહ કુંભ, મંગળ-વૃષભ,બુધ-મકર, ગુરુ મીન,શુક્ર- મીન,શનિ-કુંભ, રાહુ-મેષ,કેતુ-તુલા રાશિમાં પરિભ્રમણ કરવાથી કુંભ રાશિ સૂર્ય-શનિની યુતિ, મીન રાશિમાં ગુરુ-શુકની યુતિ બને છે.સપ્તાહ ની શરૂઆત મા પૃથ્વી તત્વની રાશિમા સૂર્ય,ચંદ્ર, મંગળ, શનિની ચતૃર્થસ્થ ગ્રહોનો જમાવડો થવાથી રાજ રોગો, હઠીલા દર્દોથી પીડીત જાતકો વધે તેમા સમય,શકિત સાથે નાણાં વધુ વેડફાય. એક કરતા વધુ દાક્તરો ની સલાહ સુચન લેવી પડે. રાત્રિના સમયે મેથી પલાળીને સવારે પાણીમાં ઉકાળી પીવાથી દર્દોમાં રાહત જણાશે. વાસી ખોરાક સાથે ખાટા પદાર્થો ઓછા ખાશો.બજારું નાસ્તા શક્ય હોય તો ટાળજો.
ઉગતા સૂર્ય દેવ ને શુદ્ધ જળનો અર્ગ આપીને નમસ્કાર કરવાથી આરોગ્ય બાબતે વધુ સુખાકારી બની રહેશે.
આ સપ્તાહમાં બેવડી ઋતુનો અહેસાસ થાય. યુવાવર્ગને ચામડીનાં દર્દો વકરે તેમ જ ચેપી રોગની જેમ ફેલાય. સીઝન રોગો આકસ્મિક મુકાબલો કરવાનો સમય આવે. મોટી ઉંમરના ડાયાબિટીસ સાથે કોલોસ્ટોલનાં દર્દો માટે વિશેષ સંભાળવું. નવજાત શિશુને હૂંફાળા તેલથી માલીશ નિયમિત કરશો તેનાથી આવનાર નાની માંદગી હટશે. લાંબા સમયથી પીડિત દર્દીઓએ માનસિક મજબૂત થવાની જરૂરત છે.
આ સપ્તાહમાં સૂર્ય ગ્રહના જાપ તેમ જ આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન વધુ લાભકારી બની રહેશે. મહીલા જાતકો ને દૈવી ઉપાસના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે.
ગૃહિણી મહીલા જાતકો ડાધ થવાની સંભાવના નકારી શકાતી નથી. સવાર-સાંજ શુદ્ધ ઘીના દિપક સાથે કપૂર નાખીને કરવાથી તેના સૂક્ષ્મ તરંગોથી ઘર પરિવારમાં રોગ, માંદગી હશે તો ચોક્કસ તેમા રાહત થશે. મેષ રાશિના જાતકોને મધરાત્રિએ ઊંઘમાંથી ઝબકી જવાય, માનસિક ભય, ચિંતા ઓચિંતા આવવી પડે તેને કારણે બી પી હોય તો વધી શકે.સમયસર ભૂખ ન લાગવાથી અન્ય બિમારીઓનો સામનો કરવો પડે.વહેલી સવારે શાંતિ મંત્ર અવશ્ય કરવો તેમ જ સમય હોય તો ગાયત્રી મંત્ર એક માળા કરવી. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે જળાભિષેક કરવો ઉતમ બની રહે. વૃષભ રાશિના જાતકો માટે હાલમાં લગ્નગાળાની મોસમ ચાલતી હોવાથી વધુ પડતું ખાવાથી જાડા થઈ શકે તેમ જ એસિડીટીનો શિકાર થવાય. શક્ય હોય તેટલું લીંબુ પાણી પીશો. જમણા હાથની અંગૂઠીમાં શનિ,રાહુ ગ્રહ પહેરેલા હોય તો કાઢી દેશો. ભદ્રકાળી માતાજીના દર્શન અવશ્ય કરશો. બગડેલ આરોગ્યમાં તાત્કાલિક સુધારો જોવા મળશે. મિથુન રાશિના જાતકોને કફ, શરદી તેમજ ઠંડી લાગવાની અસર વર્તાય. વધુ પડતી ઊંઘ આવે તેમ જ આંખોમાં બળતરા થાય. તુલસીના પત્તા ચામાં નાખીને પીવી. આયુર્વેદિક દવા કરવાથી વધુ રાહત જણાશે. નિત્ય પૂજા અવિરત ચાલુ રાખશો. કર્ક રાશિના જાતકોને નાનકડો વાહન અકસ્માત સંભવ જેને કારણે શારીરિક ઈજા થઈ શકે. વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ ટાળજો. સવાર સાંજ “શ્રી કૃષ્ણ શરણમ મમ ની એક માળા અવશ્ય કરવી.શક્ય હોય તો રાત્રિના સમયે ચંદ્ર દર્શન અવશ્ય કરવા. સિંહ રાશિ ના જાતકોને કોર્ટ-કચેરીમાં વારંવાર જવાથી આરોગ્ય ઉપર અસર પડે. ભૂખ્યા પેટે ઘર કે ઓફિસથી બહાર જવું નહીં.વાણી ઉપર વધુ સંયમ રાખવો. વહેલી સવારે સ્નાદી થી પરવારી શુદ્ધ ઘીનો દીપક ઇષ્ટદેવનો અવશ્ય કરવો તેનાથી આરોગ્ય સંબંધિત પ્રશ્નો હલ થઈ જશે.
ક્ધયા રાશિના જાતકોને કમરની તકલીફ હજુ વધી શકે. કબજિયાતની તકલીફ હોય હજુ વધી શકે.
પીપળના વૃક્ષ આગળ જળ અર્પણ કરવાથી આરોગ્ય સુધરશે. યથાશક્તિ ગરીબ કુરબાને દાન અવશ્ય આપવું. તુલા રાશિના જાતકોને આરોગ્ય માટે સંપૂર્ણ શુભ સમય. નિત્ય પૂજા સાથે ઇષ્ટ સ્મરણ ચાલુ અવશ્ય રાખશો. સપ્તાહના અંતે આંખમાં ખંજવળ થવાની સંભાવના. શક્તિની દવા તાત્કાલિક અસરથી બંધ કરશો. વૃશ્ર્ચિક રાશિના જાતકોને મસાને લગતી તકલીફ આવી શકે. પાણી વધારે પીવું. વાદળી રંગના કપડા ન પહેરવાં. યુવાવર્ગ ને મોતિયો આવી શકે. મંગળ, શનિ ગ્રહના નિયમિત ૧૦ મિનિટ અવિરત જાપ કરશો. ધન રાશિના જાતકોને મરડો થવાની સંભાવના.
ડાયાબિટીસ હશે વધી શકે માટે યોગ્ય પરેજી રાખવી.ગરીબો ને તાજુ ફ્રૂટ વહેચવાથી શારીરિક સુખાકારી વધશે.
ગુરુ ગીતાનો પાઠ રાત્રિએ કરશો. મકર રાશિના જાતકોને જો અગાઉ ના હઠીલા દર્દો હશે વધારે પરેશાની આપશે.ગડ ગુમડ થવાની સંભાવના પૂર્ણ રહેલી છે. શક્ય હોય તો ચા પીવાની બદલે કૉફી પીજો. હનુમાન ચાલીસા પઠન કરવી. કુંભ રાશિના જાતકોને માટે અસ્થમાની અસર આવે. લાંબા ગાળાના પ્રવાસ પર્યટન કરવાથી તબિયત વધારે બગડે. નિયમિત હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવા તેમ જ ગરીબોને મદદ કરવી. મીન રાશિના જાતકોને આંતરડા ઉપર સોજો આવવાની સંભાવના રહેલી છે માટે યોગ્ય ડૉક્ટરને બતાવી તાત્કાલિક રિપોર્ટ કરાવશો. મોં ઉપર સુઝન આવવાની પણ સંભાવના રહેલી છે. ગરીબ કુરબાને જૂના વસ્ત્રનું દાન અવશ્ય કરશો તેનાથી માંદગીમાં રાહત જણાશે. દરેક રાશિના જાતકોએ સ્નાનાદીથી પરવારીને તુલસીના પાન અવશ્ય ચાવવા. શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવી ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ની એક માળા અવશ્ય ગણવી. આ સપ્તાહમાં શરૂ થનાર વિદ્યાર્થી વર્ગની પરીક્ષામાં શુભેચ્છા તરીકે ગુલાબ આપવાથી આપના આરોગ્યની સુખાકારી માટે ઉત્તમ આશીર્વાદ બની જશે. મહિલા વર્ગ રવિવારનું એકટાણું મીઠા વગરનું ખાઈને કરવાથી આરોગ્ય માટે સુખમય બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular