આરોગ્યના એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહના પ્રારંભમાં ગોચર ગ્રહોફક્ત તા.૨૮,૨૯ ના રોજ અનુક્રમે બુધ,શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે.
અન્ય ગ્રહો પોતાની રાશિમાં યથાવત રહેશે.આરોગ્યની સુખાકારી માટે સૂર્ય કઇ રાશિમાં પરિભ્રમણ કરે છે તેની
સાથો-સાથ મંગળ,શુક્ર ખૂબજ જવાબદાર ગણાય છે.લાંબા ગાળાની માંદગી માટે રાહુ અને શનિ ગ્રહ કઈ રાશિમાં પરિભ્રમણ કરે છે તે ખૂબ જ મહત્વના રહેલા છે. હાલમાં વૃષભ રાશિમાં મંગળ ગ્રહ વક્રી પરિભ્રમણને કારણે માંદગીની માનસિક ચિંતા અકારણ વધારે. દ્વિસ્વભાવ રાશિમાં વધુ ગ્રહોનો સંબંધ થવાથી આરોગ્ય માટે શરદી, ખાંસી સાથે વધુ ઊંઘ આવવાની વારંવાર બીમારીઓ બદલાતી જણાય. સામાન્ય સંજોગો કરતાં ઊંઘ વધુ આવવાનું પ્રમાણ બની રહે તેમ જ વધુ ખોરાક લેવાથી ઇચ્છા શક્તિ બની રહે.
વિટામિન,શક્તિની તેમજ ઊંઘની દવાનું વિશેષ વેચાણ વધે. તાઝા જન્મેલા બાળકો માટે વધુ આરોગ્યની કાળજી રાખવી રહી.ગૃહિણી મહીલા જાતકોને આંખોમાં બળતરા થવાની સંભાવના રહેલી છે. સિટીઝન વર્ગને યાદશક્તિ ભૂલી જવાની સમસ્યા વર્તાય. યુવાવર્ગને રાત્રિના સમયે પગ દુ:ખવાની સમસ્યા વધારે સતાવે ડાયાબિટીસ તથા કિડનીથી પિડીત દર્દીઓ માટે વધુ રાહત ચોક્કસ જણાશે. ધન રાશિ અગ્નિતત્ત્વ હોય હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે તેમ જ સુસવાટાવાળા પવનો ફૂંકાશે.
સવાર-સાંજ શુદ્ધ ઘીનો દિપક સાથે કપૂર કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને હકારાત્મક વિચારોનું વલણ વધશે.
સવારે સ્નાનાદીથી પરવારીને તુલસીના પત્તા શુદ્ધ જળમાં ચાવવાથી આરોગ્ય માટે વધુ સુખાકારી બક્ષશે.
મેષ રાશિના જાતકોને ચંદ્ર પરથી રાહુના ભ્રમણ ને કારણે મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવો. રાત્રિના નિશ્ર્ચિત સમયે સૂવાની ટેવ પાડવી. શક્ય તેટલો
મૌન રહેવાનો પ્રયાસ કરશો. નિત્ય ઈષ્ટદેવનો દીવો કરી તેના જાપ કરવાથી કથળતું આરોગ્ય સુધારશે.
વૃષભ રાશિના જાતકોને યાદશક્તિ ભ્રમિત થવાની સમસ્યા વર્તાય. સૂકા મેવો ખાવાથી પ્રમાણમાં ઊંઘ આવવાથી સમસ્યા હલ થતી જણાય.નિત્ય કુળદેવી નો દીપક અવશ્ય કરશો.
મિથુન રાશિના જાતકોને અકારણ મુસાફરી કરવાથી તબિયત તંદુરસ્તી બગડે. શકય હોય તો મુસાફરી ટાળજો. પર્યાવરણની સેવા કરવાથી આરોગ્ય માટે વધુ લાભ કરતાં બની રહેશે. દારૂનું સેવન કરતા હો તો તાત્કાલિક અસરથી બંધ કરી દેજો નહિતર લીવર ઉપર અસર થવાથી આરોગ્ય વધુ બગડે.
કર્ક રાશિના જાતકો ને નોકરી- ધંધાના કામકાજને કારણે આરોગ્ય કથળી શકે. રાત્રિએ સૂવાના સમય પહેલા દૂધનું સેવન અવશ્ર્ય કરજો જેનાથી મીઠી ઊંઘ વર્તાશે.
આ સપ્તાહ એકંદરે ખૂબ જ સાનુકૂળ બની રહેશે કોઈ ચિંતાનું કારણ નથી.
સિંહ રાશિના જાતકોને પાણીથી ઇન્ફેક્શન લાગવાથી ઝાડા થવાની સંભાવના. ઊંઘ હરામ થઈ શકે !! શરીરમાં અશક્તિ જણાય. બોલવામા તકલીફ પડી શકે. યોગ્ય ડોક્ટરની દવા તાત્કાલિક અસરથી લેશો તેમજ સૂર્ય ગ્રહના અવિરત જપ કરશો. શકય હોય તો ગાયનો શુદ્ધ ઘી નો વપરાશ કરશો. ક્ધયા રાશિના મોટી ઉંમરના જાતકોને ગઠિયો વા થવાની સંભાવના તેમજ અન્ય વ્યક્તિને ગેસ કબજિયાત ને કારણે તબિયત બગાડી શકે. ઘર કે ઑફિસની નજીક આસપાસ વૃક્ષની સેવા હજુ પણ ચાલુ રાખવાથી બગડેલ આરોગ્ય તાત્કાલિક રીતે સુધરતું જણાશે. તુલા રાશિના જાતકો આ સપ્તાહ આરોગ્ય બાબતે સુખાકારી બની રહેશે, પરંતુ જમવામાં અરુચિ જણાય માટે ગાય કૂતરાને રોટલી અવશ્ય ખવડાવશો. અગાઉની બીમારી હશે તો પણ સંપૂર્ણ રાહત જણાશે. નિત્ય કુળદેવી સાથે મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી શારીરિક તેમજ આર્થિક વૃદ્ધિ થતી જણાશે. વૃશ્ર્ચિક રાશિના જાતકોને આર્થિક સમસ્યા વધવાથી માનસિક ભય,ચિંતા સમસ્યાઓ વધતી જણાય. યુરીનમા બળતરા થવાની સંભાવના નકારી શકાતી નથી. દૈવી ઉપાસના સાથે શનિ ગ્રહની એક માળા અવશ્ય કરશો.
ધન રાશિના જાતકોને ફક્ત ઓછી ભૂખ લાગવાની શક્યતાઓ રહેલી છે. પગ દુ:ખવાની સંભાવના. જમવામાં અડદ ની દાળ ખાવાથી ચોક્કસ રાહત જણાશે. નિત્ય ગાયના દર્શન કરશો તેમ જ ગુરુ ગ્રહના જાપ કરવાથી રાહત થશે.
મકર રાશિના જાતકોને ગેસ, એસિડીટીની સમસ્યા વધારે સતાવે. આયુર્વેદિક દવા લેવી. શનિવારે શનિદેવના દર્શન કરવા તેમ જ હનુમાન ચાલીસાના પાઠ કરવા વાસી તેમજ બજારુ કોઈપણ ચીજવસ્તુઓ ખાવાનું ટાળજો.
કુંભ રાશિના જાતકોને જુની બિમારીઓ સામાન્ય રીતે રાહત લાગશે, પરંતુ ઓચિંતા બિમારીઓની તકલીફ વધારશે.
દરરોજ પાણીયારે શુદ્ધ ઘીનો દીવો કરીને મનોમન પ્રાર્થના કરશો. પશુ પંખીઓને નિત્ય ચણ નાખવુ. રાહુ ગ્રહના જાપ કરવાથી ઓચિંતા બીમારીમાં છૂટકારો અપાવશે.
મીન રાશિના જાતકોને ચિત ભ્રમિત થવાની સંભાવના વર્તાશે. લગ્ન જીવનમાં ઓચિંતા વાદ-વિવાદ વક્રાવશે. જેને કારણે તબિયત ઉપર સીધી અસર પડે. અંગૂઠામાં ઓચિંતા વાગી શકે. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુ ગ્રહના જાપ કરવા. દરેક રાશિના જાતકોએ હૂંફાળા ગરમ પાણીમાં નીમક નાખીને પાણીના કોગળા કરવા જેનાથી આરોગ્ય બાબતે શુભમય બની રહે. ધનારક માસ હોવાથી ગરીબોને મદદ કરવાથી લાંબા ગાળાની માંદગીમાં રાહત જણાશે. યુવાવર્ગ તેમજ મહિલાઓ માટે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન ઉત્તમ બની રહે. શુદ્ધ ઘીનો દીપ તુલસી ક્યારે સાંજે પગટાવવાનું ભૂલશો નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. ૨૦૨૩ નવા વર્ષમાં વધુ આરોગ્યની સુખાકારી માટે નિત્ય પીપળાના ઝાડને પાણી ચડાવવાનુ ભૂલશો નહીં.