Homeતરો તાજાકાતિલ પવનો ફૂંકાવાથી શરદી, ખાંસી તથા તાવથી પીડિત દર્દીઓ વધશે

કાતિલ પવનો ફૂંકાવાથી શરદી, ખાંસી તથા તાવથી પીડિત દર્દીઓ વધશે

આરોગ્યના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ


આરોગ્યની સુખાકારી આપનાર સૂર્ય નારાયણ આગામી તા.૧૪ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરવાથી મકરસંક્રાંતિનો પ્રારંભ થશે.
તા.૧૨ના રોજ મંગળ (ઉર્જાઇ) ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે અન્ય ગ્રહો પોતાની રાશિમાં રાબેતા મુજબ પરિભ્રમણ કરશે.
સપ્તાહમા ઠંડીના કાતિલ પવનો ફુકાવાથી શરદી, ખાસી તથા તાવથી પીડીત દર્દીઓ વધશે. શ્ર્વાસથી પીડિત જાતકો માટે ખુબજ કાળજી રાખવી.
નાના નવજાત બાળકો માટે મૃત્યુ તુલ્ય માંદગી વધી શકે.માનસિક રોગોથી પીડિત દર્દીઓને વધુ પડતી ઊંઘ વધે તેને કારણે આરોગ્ય બગડે.
લાંબા સમયથી પીડિત દર્દીઓએ નિત્ય ગણેશજી,હનુમાનજી તથા નૃસિંહ ભગવાનની ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે તેમજ મેડિકલ ખર્ચા ધટશે. ગૃહિણી મહીલા જાતકોને માસિકને લગતી સમસ્યાઓ હેરાન પરેશાન કરે.
સિટીઝન વર્ગને આંખોને લગતી તકલીફો વધે. યુવાવર્ગને રાત્રિના સમયે નશીલા પદાર્થોના સેવન કરવાની ઇચ્છા થાય.
સવાર-સાંજ શુદ્ધ ઘીનો દીપક સાથે ગુગલની ધૂપ અગરબત્તી અવશ્ર્ય કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને હકારાત્મક વિચારોનું વલણ વધશે.
સવારે સ્નાનાદીથી પરવારીને ગાયત્રી મંત્રનો જાપ મનમાં જ કરવો. તેનાથી આરોગ્ય માટે વધુ સુખાકારી બક્ષશે.
મેષ: રાશિના જાતકોને ઊંઘ ન આવવાની સમસ્યાઓ વધે તેને કારણે ચીડ ચીડિયો સ્વભાવ વધે, વાણી વર્તણૂકમાં ગુસ્સો વધે. ચા પીવાની તલપ વધે તેને કારણે પૂરતો ખોરાક લેવાય નહીં તેને કારણે તબિયત બગડી શકે. સોસીયલ મીડિયામા લાંબા સમય સુધી રહેવાથી મનોસ્થિતિ બગડે. નિત્ય ઈષ્ટદેવનો શુધ્ધ ધી દિપ નિયમિત સમયે કરવો તથા શાંતિ મંત્ર અગણિત જપ કરવા.
વૃષભ: રાશિના જાતકોને વધુ વજન વધવાની શક્યતાઓ રહેલી છે માટે યોગ્ય કસરત સાથે ખાવા પીવાની ચીજવસ્તુઓથી કાળજી રાખવી. જરૂરિયાત મંદ જાતકોને દવા આપવા અંગેની મદદ કરવી.
આયુર્વેદિક દવા સાથે કાળજી અવશ્ય રાખવી. સંધ્યા સમયે કુળદેવીના નામનો દીપ અવશ્ય પ્રગટાવો.
મિથુન રાશિ નાજાતકોને માનસિક ડર વધારે લાગે, સરકારી બાકી વેરા નોટિસો મળવાથી ઊંઘ હરામ થાય. સૂર્યોદય સમયે ઊગતા સૂર્યને કંકુ નાખીને અદર્ય અવશ્ય આપો.
કર્ક, સિંહ: રાશિના જાતકોને આ સપ્તાહમાં આરોગ્ય અંગેની કોઈ ફરિયાદ રહેશે નહીં, પરંતુ વધુ પડતી મહત્વકાંક્ષાને કારણે મનોસ્થિતિ નકારાત્મક બને. અનુકૂળતા મુજબ નવગ્રહના જાપ નિયમિત કરવા. જેનાથી મીઠી ઊંઘ આવશે.
ક્ધયા: રાશિના જાતકોને કબજિયાતની તકલીફ હજુ વધારે સતાવે. નિયમિત કાયમચૂર્ણ રાત્રિ ના સમયે લેવાથી આરોગ્ય બગડેલ સુધરશે.તુલા રાશિના જાતકોને આ સપ્તાહ આરોગ્ય બાબતે વાયુ ચડવાની સંભાવના
રહેલી છે.
કૂતરાને દૂધ પીવડાવશો. અગાઉની બીમારી હશે તો પુન: આકસ્મિક ઉથલો મારશે. નિત્ય કુળદેવીની ઉપાસના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને મસાની સમસ્યા વર્તાય. વધારે પાણી પીવું તથા બદલા ભાવનાનો નિયમ બદલવો. દૈવી ઉપાસના કરવાથી વધારે લાભપ્રદ બને.
ધન: રાશિના જાતકો વધારે ભુખ લાગવાથી ડાયાબિટીસ પર અસર થાય. ગુરૂવારે ગાયને ચણાની દાળ ખવડાવવી તેનાથી આરોગ્ય વધારે સુધરશે.
મકર તથા કુંભ: રાશિ ના જાતકોને ગેસ, એસિડીટી,અપચા અંગે તકલીફ જણાય. વાસી ખોરાક ખાવો નહીં તેમજ હૂંફાળું પાણી અવશ્ય પીવું. આયુર્વેદિક દવા સાથે મેડિકલની દવાઓ લેવી. હનુમાન ચાલીસા ના પાઠ કરવા. જીવદયા નિયમિત કરશો.
મીન: રાશિના જાતકોને મોં ઉપર ચાંદા પડવાની સંભાવના. બજારુ ચીજ વસ્તુ ખાશો નહીં તેમ જ વધુ પડતું ગળ્યું પણ ખાવાનું ટાળશો. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે. નિત્ય ગુરુદેવના મંત્ર કરશો.
દરેક રાશિના જાતકોએ હૂંફાળા ગરમ પાણીના કોગળા કરવા જેનાથી આરોગ્ય બાબતે શુભમય બની રહે.
ધનારક માસ હોવાથી ગરીબોને ખાવા પીવાની ચીજ વસ્તુ આપી તેમજ શક્ય હોય તો વસ્ત્રદાન કરવું. લાંબા ગાળાની માંદગીમાં રાહત જણાશે.
શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular