કુંભ, મીન રાશિના જાતકોને પાચનશક્તિની સમસ્યા સતાવે, ડાયાબિટીસ ઓેચિંતાં વધી શકે

પુરુષ

આ સપ્તાહમાં ગ્રહમંડળની શરૂઆતથી આરોગ્યના કારક ગ્રહ સૂર્ય ક્ધયા રાશિમાં રહેલા છે. સંજીવનીના કારક તરીકે શુક્ર તા. ૨૪થી ક્ધયા રાશિમાં પ્રવેશ કરવાથી સપ્તાહના અંતે ક્ધયા રાશિમાં સૂર્ય-શુક્રની યુતિ બનશે.
બુધ, ગુરુ, શનિ જેવા ત્રણેય વક્રી ચાલતા હોવાથી જનમાનસમાં વેપાર, વ્યવસાય, નોકરી તેમજ ધંધો અનિશ્ર્ચિત હોવાને કારણે તેની માનસિક, ઉદ્વેગ, અશાંતિ, અજંપો સાથે ચિંતા રહેવાને કારણે આરોગ્ય બગડવાની અસર પડી શકે. ભૂખ ન લાગવી, ખોરાકમાં સ્વાદ ન લાગવો તેમજ વધુ પડતી ક્યારેક ઊંઘ આવવાની ફરિયાદો બની રહેશે જેની સીધી અસર ઓચિંતા આરોગ્ય બગડવા ઉપર બની શકે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે ક્ધયા રાશિ છઠ્ઠા ભાવની હોવાથી જે રોગ, શત્રુ ભાવ માટેની ગણાય છે. મેડિકલ ક્ષેત્રે નવી નવી દવાઓનું સંશોધન બની રહે, જીવન
જરૂરિયાત દવાઓની કિંમત થોડી ઘટી શકે. લાંબા ગાળાની માંદગી ઉપર રાહત જોવા
મળે.
મેષ રાશિમાં રાહુ વક્રી ભ્રમણ થઈ છઠ્ઠા ભાવે સૂર્યનું ગોચર હોવાથી આરોગ્ય બાબતે સુખમય સપ્તાહ પસાર થાય. વૃષભ રાશિ વાળાને ૧૨ ભાવે જ્યારે પંચમ ભાવે સૂર્ય હોવાથી દવાઓની વિપરીત અસરનો સામનો કરવો પડે. એક કરતા વધુ દાક્તરની સેવાઓ લેવી પડે માટે આવા સમયમાં સૂર્ય ગ્રહનાં મંત્રની માળા ગણવી.
મિથુન, કર્ક, સિંહનાં જાતકો માટે ફક્તને ફક્ત સીઝનલ બીમારી આવી શકે. અગાઉથી સાવચેતી સાથે યોગ્ય ખાન પાન યોગ્ય કરવાથી સપ્તાહ ખૂબ જ સારું બની રહેશે. આત્મવિશ્ર્વાસમાં વધારો થશે તેમ જ યાદશક્તિ સારી જોવા મળશે. શ્રાદ્ધ ના દિવસો હોવાથી તાપ અને બફારો વધુ આકરો લાગી શકે.
લાંબા ગાળાના ગ્રહો ચર રાશિમાં રાહુ, કેતુ, શનિ એકબીજાથી કેન્દ્ર યોગ થવાથી આમ જનતામાં કોરોનાની વાતો માનસ પટમાંથી ધીમે ધીમે હટી જશે. આગામી તા.૨૬ના રોજ ક્ધયા રાશિમાં સૂર્ય-બુધ-શુક્ર એક રાશિમાં હોવાથી વરસાદ સારો પડે તેઓ ગ્રહોનો એંધાણ સૂચવે છે. જેને કારણે નવરાત્રિમાં વરસાદનું વિધ્ન બની શકે છે અને ખેલૈયાને નિરાશા મળે અને માતાજીના માંડવા ભીના થાય તો નવાઈ નહીં…….!!
આ ઘટના બનવાથી શરદીઉધરસના માદંગીના યોગ સર્જાઈ શકે છે માટે પીવાનું પાણી ઉકાળીને ઠંડુ કરીને અવશ્ય પીવું. તુલા રાશિનાં જાતકોએ આંખોમાં બળતરા થઈ શકે તેમજ ચશ્માના નંબરમાં વધારો થાય માટે તાત્કાલિક ડોક્ટર સેવા લેવી. સૂર્ય સહિતના પઠન કરવું જેનાથી આરોગ્ય માટે રાહત જણાશે.
ચંદ્ર રાશિ વૃશ્ર્ચિક માટે યુરીનને લગતી આરોગ્યની બાબતે ચિંતા વધારે. તેઓ હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને શું જેનાથી આરોગ્ય બાબતે વધુ હળવાશ જણાશે.
ધન,મકર રાશિનાં જાતકોને જૂની બીમારીઓ હોય તો તેમાં દર્દ પીડામાં આકસ્મિક રાહત લાગે. આ રાશિના જાતકોએ નિયમિત કૂતરાને બિસ્કીટ ખવડાવવા.
કુંભ, મીન રાશિનાં જાતકો માટે આયુ, આરોગ્ય પાચનશિકિતની તકલીફો વધારે. શનિની સાડાસાતી ચાલતી હોવાથી ઊંધ હરામ થતી જણાય. ડાયાબિટીસ ઓચિંતા વધી શકે. આ સપ્તાહના અંતે સૂર્ય-શનિનો અંશાત્મક ત્રિકોણ યોગ બનવાથી તબીબી સેવા
પૂરી પાડનાર ડૉક્ટરોની સેવા ખૂબ જ સારી મળે.
દરેક રાશિના જાતકોએ ઉગતા સૂર્યને પિત્તળના કળશમાં લીલા રંગનું પુષ્પ
સાથે અક્ષતની ચપટી નાખીને અર્ધ્ય
આપવાથી આરોગ્યમાં વધુ સુખાકારી પ્રાપ્ત કરી શકાશે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.