Homeતરો તાજાપથ્ય, ચરી કે પરહેજ - લાખ દુ:ખો કી એક દવા!

પથ્ય, ચરી કે પરહેજ – લાખ દુ:ખો કી એક દવા!

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી

વ્યવહારમાં એક ઉક્તિ ખૂબ જ પ્રસિદ્ધ છે.
ક્ષુટ લક્ષુટ ? ઇંળ ઢણર્લૈખ્રૂ
ક્ષુટ ઇંક્ષુટ ? ઇંળ ઢણર્લૈખ્રૂ
થોડાંક ઊંડા ઊતરીએ તો આ ઉક્તિ એમ કહે છે કે જો પુત્ર, સુપુત્ર હોય એટલે કે સંસ્કારી, શિક્ષિત અને ગુણવાન હોય તો એનાં માટે ધન એકઠું કરવાની કોઈ જરૂર નથી કેમ કે તે પોતાની આવડતથી જ સુખી અને સમૃદ્ધ જીવન વ્યતીત કરશે. એ જ રીતે જો પુત્ર કે સંતાન કપાતર હોય તો પણ તેનાં માટે વારસો મૂકી જવાની કોઈ જરૂર નથી કેમ કે જો સંતાન દુર્ગુણી હશે તો માતા-પિતા વારસામાં ગમે તેટલો દલ્લો આપી ગયાં હશે તે સાચવી નહીં શકે ને ઉડાડી દેશે!
આરોગ્યનાં ક્ષેત્રમાં આ જ વાત પથ્યપાલન માટે કહી છે. પથ્યપાલન એટલે રોગોની સારવાર દરમિયાન પાળવામાં આવતાં આહાર-વિહારના નિયમો. જેને બોલચાલની ભાષામાં પરહેજ પાળવી કે ચરી પાળવી તરીકે ઓળખવામાં આવે છે.
પથ્યપાલનની મહત્તા દર્શાવતાં આપણાં આર્ષગ્રંથોમાં લખ્યું છે કે,
ક્ષણુ્રૂજ્ઞ લરુટ ઉંડળટૃશ્ર્ન્રૂ રુઇંપ અળેરઢ રુણરજ્ઞમઞજ્ઞ
ક્ષણુ્રૂજ્ઞ અલરુટ, ઉંડળટૃશ્ર્ન્રૂ રુઇંપ અળેરઊં રુણરજ્ઞમઞજ્ઞ
અર્થાત
જો વ્યક્તિ પથ્ય પાળે છે એટલે કે ખાનપાનમાં ધ્યાન રાખે છે તો તેને ઔષધિ / દવા લેવાની શી જરૂર છે ! કેમ કે જો એ યોગ્ય પરહેજ રાખશે તો એનાંથી જ રોગ મટી જશે. એ જ રીતે જો દર્દી ખાવા-પીવામાં, હરવા-ફરવામાં નિયમોનું પાલન નથી કરતો, તો પણ એણે દવાઓ લેવાની શી જરૂર છે ! કેમ કે એ ગમે તેટલી દવાઓ કરશે પણ, જો પથ્યપાલન નહીં કરે તો તેનો રોગ મટવાનો જ નથી !
આ સૂત્રો દ્વારા રોગોની ચિકિત્સામાં પથ્યપાલનનું મહત્ત્વ ઉત્તમ રીતે સમજાવેલું છે.
રોગો ઉત્પન્ન થાય પછી પાળવામાં આવતાં આહારવિહારના નિયમો પથ્ય તરીકે ઓળખાય છે પણ, સ્વસ્થ અવસ્થા જાળવી રાખવા જે આહાર-વિહાર, નિયમોનું વર્ણન કરેલું છે તે સ્વસ્થવૃત્ત તરીકે ઓળખાય છે.
કોરોનાના કહેર પછી તો એલોપથી પણ, પોતાનું ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ સૂત્ર જોર શોરથી પુનર્જીવિત કરવા લાગી છે. કેમ કે દર બે ચાર વર્ષે માથું ઊંચકતા નવાં નવાં ગંભીર રોગોની અદ્યતન ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ હોવાં છતાં ઓછી કારગત નીવડતી જોવામાં આવે છે. એટલે સૌથી ઉમદા ઉપાય આવાં કોઈ રોગો થાય જ નહીં તે માટે સ્વસ્થવૃત્ત અને પથ્યપાલન દ્વારા શરીરને વજ્ર જેવું મજબૂત કરવું એ જ છે.
પથ્યપાલનને કોઈ સચોટ ઉદાહરણ દ્વારા સમજાવવું હોય તો અનેક ઉદાહરણરૂપ રોગો કલમવગાં છે પણ, આધુનિક વિજ્ઞાનને સૌથી વધુ પજવતાં રોગ ઉત્પન્ન કરનાર કારણો પૈકી મુખ્ય એક એલર્જીની જ વાત કરીએ તો, માની લો કે કોઈ એક વ્યક્તિને ખાદ્યપદાર્થમાં વપરાતાં કોઈ કૃત્રિમ ખાદ્યરંગ કે પ્રિઝર્વેટીવ દ્રવ્યની એલર્જી છે. તો એ જ્યારે જ્યારે એ વસ્તુનું સેવન કરશે ત્યારે ત્યારે તેને શરદી, નાકમાંથી પાણી આવવાં, છીંકો વગેરે લક્ષણો થશે. હવે, આવાં દર્દી એલર્જીની દવા પણ ચાલુ રાખે અને જેની એલર્જી છે તે વસ્તુ ખાવાની પણ ચાલુ રાખે તો સ્વાભાવિક છે કે શરીરની સિસ્ટમ દવાને સપોર્ટ નહીં કરી શકે. અને એક સમય એવો આવશે કે દવા ચાલુ હોવાં છતાં એલર્જનનું જોર વધશે તો શરદી તો થશે જ. આવી સ્થિતિમાં જો એલર્જી માટેની દવા ચાલુ હોય ત્યારે એલર્જનથી દૂર રહેવાની ચરી પાળવામાં આવે તો દવાનાં કે સારવારનાં ચમત્કારિક પરિણામો મળી શકે છે.
આજ રીતે માની લો કે કોઈ શિક્ષકને ચોક ડસ્ટની એલર્જી હોય તો એ ગમે તેટલી ઉત્તમ દવાઓ ચાલુ રાખે પણ, જ્યાં સુધી માસ્ક નહીં પહેરે કે માર્કરવાળું યા ડિજિટલ બોર્ડ નહીં વાપરે ત્યાં સુધી તેનો ચોકડસ્ટ સાથેનો સંપર્ક ચાલુ જ રહેશે જે શરીરની પ્રતિકારક શક્તિને ઇરિટેટ કરીને શરદી ઉત્પન્ન કર્યાં જ રાખશે.
અહીં પ્રિઝર્વેટીવવાળાં પેકડ કે ટીન્ડ ફૂડ ન લેવાં અને બ્લેકબોર્ડથી દૂર રહેવું કે માસ્ક બાંધવો એ ચરી પાળી કહેવાય.
પથ્યપાલન સંસ્કાર ડોશીશાસ્ત્રની આંગળી પકડી પરંપરાગતરૂપે વધતાં ઓછા સ્વરૂપે ઘરે ઘરમાં વ્યાપ્ત જોવાં મળે છે.
જેમ કે, શરદી -ઉધરસ થશે તો દાદીમા, નાનીમા કે કોઈ વડીલ કહેશે કે આને રાબ બનાવીને પીવડાવો ! આપણાંમાંથી કોઈક જ એવો દુર્ભાગી વ્યક્તિ હશે કે જેણે ઘઉંના લોટ, ઘી અને ગોળમાંથી બનતી ગરમાગરમ રાબ ન પીધી હોય !
એ જ રીતે ડાયેરિયામાં મોળી ને તાજી છાસ કે દહીંનું ધોરવું પીવું,
તાવ હોય ત્યારે પ્રકૃતિ અને ડૉક્ટરની સલાહ મુજબ ઓછો, હળવો ને સુપાચ્ય ખોરાક લેવો કે ઉપવાસ કરવો.
આમવાત (રૂમેટોઇડ આર્થરાઈટીસ)માં ખાટાં, ઠંડા કે આથાવાળાં ખાદ્યપદાર્થો જેમ કે દહીં, આમલી, બરફ,ઢોકળાં વગેરે અપથ્ય હોઈ ન લેવાં,
અમ્લપિત્ત(એસીડીટી)માં પાન, તમાકુ, આલ્કોહોલ, તેલ મસાલાવાળું, તીખું – તળેલું ન ખાવું. ચા કોફી ઓછા કરવાં.
સામે વરિયાળીનું સાકરવાળું પાણી, કાળી દ્રાક્ષનું શરબત, શેરડીનો રસ વગેરે પથ્ય હોઈ પ્રકૃતિને માફક હોય તેટલા પ્રમાણમાં વધુ લેવાં.
અરુચિ કે અપચો હોય તો આદુનો ઉપયોગ. સંક્રામક રોગોમાં પાણી ઉકાળીને પીવું.
આ બધી જ સાવધાનીઓ એ એક જાતનું પથ્યપાલન જ છે.
પથ્યપાલનનું પ્રેરણાસ્ત્રોત અને ઉદગમસ્થાન એ હર એક ઘરનું રસોડું છે.
ઘરનું રસોડું એક ક્લિનિક છે,
દરેક બા કે મમ્મી એ પોતાનાં બાળકની ડૉક્ટર છે અને
રસોડામાં રહેલાં કે બનતાં વિવિધ દ્રવ્યો મમ્મીનાં સારવાર કરવાનાં હથિયારો કે ઔષધો છે.
આયુર્વેદમાં તમામ રોગો માટે પથ્ય આહાર અને પથ્ય વિહાર બન્નેનું વિશદ વર્ણન કરેલું છે. વર્તમાનમાં એલોપથી એ રાજ્યાશ્રય પામેલી ચિકિત્સાપદ્ધતિ છે અને વળી ભાગદોડવાળી જીવનશૈલીને લીધે લોકો પાસે સમય નથી એટલે ‘ચટ મંગની – પટ બ્યાહ’ની જેમ ‘ચટ ટેબ્લેટ – પટ રિઝલ્ટ!’ એવી ડિમાન્ડ છે ત્યારે પરિસ્થિતિ મુજબ ટ્રીટમેન્ટ ભલે એલોપથીની કે રોગ મુજબ બીજી કોઈપણ અલ્ટરનેટ સિસ્ટમ ઓફ મેડિસિનની લઈએ પણ જો જે તે રોગને અનુરૂપ આયુર્વેદમાં વર્ણિત પથ્યપાલનનું સાથે સાથે ધ્યાન રાખવામાં આવે તો ટ્રીટમેન્ટ કોઈપણ હોય ફાયદો ચોક્કસ બમણો થશે.
આ દ્રષ્ટિએ આયુર્વેદ એ બીજી કોઈપણ ચિકિત્સા પદ્ધતિને ઉત્તમોત્તમ આધાર આપી શકે છે અને પૂરક નીવડી શકે છે.

*સ્ટ્રેઈટ ડ્રાઈવ*
ખુલે આંખ બાની ખુલે છે રસોડું,
સદા બાની સાથે ઊઠે છે રસોડું.
જણ્યાં પેટના રોગ સૌ નાથવાને,
સતત બાની સાથે મથે છે રસોડું.
– ડૉ. મનોજ જોશી મન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular