Homeતરો તાજાઉનાળો-‘આહ’ નહીં પણ ‘વાહ’!!

ઉનાળો-‘આહ’ નહીં પણ ‘વાહ’!!

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

ઉનાળો એટલે મોટેભાગે રજાઓ, હીલ સ્ટેશન કે અન્ય કોઈ મનગમતી જગ્યાએ ફરવા જવાની અને જલસા સાથે સંકળાયેલી ઋતુ. ઉનાળાની સવાર, સાંજ અને રાત વિશેષ આહ્લાદક હોય છે. જો કે કાકા સાહેબ કાલેલકર જેવા સાહિત્યકારોને તો ઉનાળાની બળબળતી બપોરમાં પણ સૌંદર્ય દેખાય છે.
પણ, ઉનાળામાં મન મૂકીને ફરવા માટે તેમજ ઉનાળાને ખરાં અર્થમાં માણવા માટે ઉનાળો એક ઋતુ તરીકે આપણા સ્વાસ્થ્ય પર શું અસર કરી શકે તે ધ્યાનમાં લેવું ખૂબ
જરૂરી છે.
વાતાવરણનાં તાપમાનમાં વધારો, લાંબા દિવસો, ટૂંકી રાતો ધરાવતી આ ઋતુમાં ગરમી સંબંધિત બીમારીઓ અને અન્ય માંદગીઓથી બચવા માટે આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો પેશ -એ -ખિદમત છે ઉનાળાની ઋતુમાં સ્વસ્થ, સુરક્ષિત અને તરોતાજા રહેવા માટેનાં કેટલાંક સરળતાથી પાળી શકાય તેવાં સૂચનો.
ત્વચાને સુરક્ષિત રાખો
પ્રખર સૂર્યતાપમાં બહાર વધુ સમય વિતાવવાથી સૂર્યનાં હાનિકારક યુવી કિરણો ત્વચાને સામાન્યથી લઈને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ત્વચાને સનટેનિંગ અને સન-બર્નથી બચાવવા માટે સાદા, કોટનના, શ્વેત રંગના, ખુલતાં અને આખી બાંયનાં પોશાક પહેરવાં. રક્ષણાત્મક એસેસરીઝ જેમ કે ગોગલ્સ, ટોપી, કોણી સુધીનાં સફેદ મોજા, ચૂની કે દુપટ્ટો વગેરેનો યોગ્ય ઉપયોગ કરવો. પોશાક પહેર્યાં બાદ ખુલ્લાં રહેતાં બોડીપાર્ટ પર સારી ગુણવત્તા ધરાવતું સનસ્ક્રીન લોશન વાપરવું હિતાવહ રહે છે. સન સ્ક્રીન લોશનમાં જઙઋ ની માત્રા જેટલી વધુ એટલી એની કાર્યક્ષમતા વધુ હોય છે. એટલે શક્ય હોય તો મિનિમમ ૩૦ થી ૫૦ જઙઋ ધરાવતું સનસ્ક્રીન લોશન સિલેક્ટ કરવું.
પાણીનું પ્રમાણ જાળવી રાખો (હાઇડ્રેટેડ રહો)
ઉનાળાની ઋતુમાં યાદ રાખવાની સૌથી મહત્ત્વની બાબતોમાંની એક હાઇડ્રેટેડ રહેવાની છે. બહારનાં તાપમાનમાં વધારો થવાથી શરીર પોતાનું સમ્યક તાપમાન જાળવી રાખવા, શરીરની ત્વચા વાટે ખૂબ સ્વેદ ઉત્પન્ન કરે છે આ સ્વેદ કે પરસેવાને લીધે શરીરમાંથી પાણી અને ક્ષાર ખુબ ઝડપથી ઘટે છે. પાણી અને ક્ષારનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. શરીરમાં પાણી કે સોડિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ વગેરે ક્ષારનું પ્રમાણ ઘટવાથી માથાનો દુખાવો, થાક, નબળાઈ,ચક્કર, બેચેની, ક્ધફ્યુઝન, ઉબકા,બોલવામાં તકલીફ વગેરે લક્ષણો થઈ શકે છે.
આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાથી ડિહાઇડ્રેશનને રોકવામાં મદદ મળે છે. પણ, ઉનાળા દરમિયાન હરવા-ફરવામાં પીવામાં આવતું પ્રદૂષિત પાણી ઝાડા ઊલટી, ટાઇફોઇડ, કમળો વગેરે અનેક રોગોનું કારણ બની શકે છે. એટલે પાણી કાં તો ઉકાળીને વાપરવું અથવા છઘ પ્લાન્ટનું કે મિનરલ વોટર વાપરવું. પાણી ઉપરાંત ઉનાળામાં કુદરતી રીતે જ વિપુલ માત્રામાં ઉત્પન્ન થતાં મોસમી ફળો જેમ કે, લીંબુ, સકરટેટી, તરબૂચ, કેરી, દ્રાક્ષ, શેરડી વગેરેનો કે તેમના રસનો ઉપયોગ કરી શકાય છે. ધાણા, વરિયાળી, ગુલકંદ વગેરેનાં યોગ્ય માત્રામાં સાકર ભેળવીને તૈયાર કરવામાં આવતાં પરંપરાગત શરબત પણ લાભકારક બની રહે છે. દરેક ઘરમાં સહેલાઈથી ઉપલબ્ધ ગોળનું પાણી ગરમી સામે લડવા માટે ઉત્તમ શસ્ત્ર છે.બહાર મળતાં શેઈક, જ્યુસ, આઈસ્ક્રીમ, શેરડીનો રસ, લસ્સી વગેરે ગુણવત્તા અને સ્વચ્છતાનાં ધોરણો તપાસીને વાપરવામાં આવે તો જ લાભકારક નીવડે છે.
કૃત્રિમ સ્વાદયુક્ત (અિશિંરશભશફહહુ રહફદજ્ઞીયિમ), વધુ પડતી ખાંડ અને આલ્કોહોલિક પીણાંનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તે ઓસ્મોલારિટી દ્વારા શરીરમાંથી પાણી ઓછું કરી શરીરને નિર્જલીકૃત કરી શકે છે.
ખોરાક માટે વિચારીએ તો તીખા, તળેલાં, પ્રોસેસ્ડ ફૂડ, જંકફૂડ, ફાસ્ટ ફૂડ સમજી વિચારીને લેવાં કેમ કે આવાં ખોરાકમાં ફેટ અને સોલ્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જે અપચો, ઍસિડિટી, ગેસ, ઝાડા -ઊલટીનું કારણ બની શકે છે. આથી, તેવો ખોરાક ટાળવો જોઈએ અને પ્રમાણમાં હળવો, પ્રવાહી અને તાજો ખોરાક લેવો જોઈએ. ફુદીનો જેવાં દ્રવ્યો ઠંડક આપવી અને પાચન કરવું બન્ને કામ સારી રીતે કરી શકે છે. એટલે એવી ચીજોને રોજિંદા ખોરાકમાં સ્થાન આપવું જોઈએ. મોળી અને તાજી છાસ, ઓછી સાકરવાળું તાજું દૂધ વગેરે પણ ઉનાળાનાં આહારમાં ખૂબ ઉપયોગી થાય છે.
સક્રિય રહો
આખો દિવસ ઘરની અંદર એરક્ધડીશનમાં વિતાવવાની પ્રબળ ઈચ્છાને નાથી ઉનાળાની ઋતુમાં તાપ અને ગરમીનું ધ્યાન રાખી બને એટલું સક્રિય રહેવું શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. સ્વિમિંગ, હાઇકિંગ અથવા બાઇકિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓમાં સામેલ થવું. ઘરમાં રહેવાનું હોય ત્યારે વાંચન, સંગીત, ચિત્રકામ, મિત્રો કે સ્વજનો સાથે રમી શકાતી ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેઇમ્સ તમારા મૂડ અને આરોગ્યને ઉત્તમ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જ્યારે આઉટડોર પ્રવૃતિઓ કરો ત્યારે આ પ્રવૃત્તિઓ દરમિયાન શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયાંતરે વિરામ લેવાનું અને હાઇડ્રેટેડ રહેવાનું હંમેશા યાદ રાખવું. ઉ
પૂરતી ઊંઘ લો
આ સુવર્ણ નિયમ માત્ર ઉનાળામાં નહીં દરેક ઋતુમાં ઉપયોગી જ છે. પણ, ઉનાળામાં એટલે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે મોજ-મજા અને રજાનાં લીધે તેમ જ રાતનાં ઠંડા માહોલમાં ફરવાના આકર્ષણને લીધે ઉનાળામાં રાત્રે જાગવાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેથી ઊંઘ માટે પૂરતો સમય બચતો નથી. જે ક્રમશ: શરીરને ક્ષીણ કરે છે. આથી સાવચેત,
સજાગ રહીને ઓછામાં ઓછી ૬-૭ કલાક ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
તો આ વાતો ગાંઠે બાંધી લઈને કરો સામાન પેક અને નીકળી પડો વેકેશનને માણવા… બોન વોયેજ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -