AAPના સંજય સિંહને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા, સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 24એ પહોંચી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને આજે અઠવાડિયાની બાકી કાર્યવાહી માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યસભાના 20 અને લોકસભાના 4 એમ કુલ 24 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહને “અયોગ્ય વર્તન” માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંજય સિંહે ગઈકાલે સભાપતિની ખુરશી તરફ કાગળો ફેંક્યા હતા જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ વિરોધ પક્ષના 19 સભ્યોને એક સપ્તાહ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં મૌસમ નૂર, એલ. યાદવ, વી. શિવદાસન, અબીર રંજન બિસ્વાસ, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી, મોહમ્મદ અબ્દુલ્લા, એએ રહીમ, કનિમોઝી, ડૉ. શાંતનુ સેન, નદીમ-ઉલ-હક અને ડોલા સેન નો સમાવેશ થાય છે. આ સાંસદોને વેલમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્યસભામાં આ સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને ઉપસભાપતિ ભુવનેશ્વર કલિતા પર કાગળ પણ ફેંક્યા હતા. ગઈ કાલે બપોરે 3:42 વાગ્યે જ્યારે ગૃહની કાર્યવાહી શરુ થઇ ત્યારે ત્યારે સંજય સિંહ અને અન્ય કેટલાક રાજ્યસભા સભ્યોએ વેલમાં આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સભાપતિએ તેને પાછા પોતાના સ્થાને જવા માટે વિનંતી કરી, ત્યારે તેણે કાગળો ફાડી નાખ્યા અને સભાપતિની ખુરશી પર ફેંક્યા હતા.
આ પહેલા લોકસભામાં પણ હોબાળો થયો હતો. મોંઘવારી, બેરોજગારી અને GST વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ લોકસભાના બાકીના સત્રમાંથી કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આ સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ લઈને ગૃહની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ચેતવણી આપી હતી કે કોઈપણ સાંસદને પ્લેકાર્ડ લઈને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

1 thought on “AAPના સંજય સિંહને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા, સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 24એ પહોંચી

  1. For too long there has been pussy footing around unruly MPs and MLAs who has been ignoring parliamentary procedures and rules and have been doing what they pleased. There was such an MP in the British Parliament, who used to ignore Speaker’s instructions. First time he was suspended for one day, second time for three days, but he continued his merry ways upon return. So the then-Speaker Betty Boothroyd de-certified him as an MP, declared the seat vacant and a by-election held in that constituency. Furthermore she ordered that he could not stand as a candidate. Not only that she further ordered that he was barred for life from ANY elected office. That did the trick. Order was restored in British Parliament. Her instructions to MPs were explicit: In this House only the Nation’s business would be conducted. She would NOT tolerate ANY grandstanding and playing to the gallery. This is what is called for in Indian Parliament to restore order and put an end to hooligan behavior.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.