ભાજપના ગઢમાં ‘આપ’ના ચોંકાવનારા નિવેદનો

આપણું ગુજરાત

‘આપ’ને તોડી મુખ્ય પ્રધાન બનવાની ઓફર મળી હોવાનો મનીષ સિસોદિયાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હોમટાઉન અને ૨૫ વર્ષથી ભાજપનું શાસન ધરાવતા ગુજરાતમાં આમ આદમી પક્ષના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ અમદાવાદમાં ભાજપ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. હાલમાં સીબીઆઈ રેડને ચર્ચામાં આવેલા સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપે મને ‘આપ’ને તોડવા જણાવ્યું હતું અને જો આમ થાય તો દિલ્હીનું મુખ્ય પ્રધાનપદ આપવા જણાવ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એક વ્યક્તિ ભાજપનો સંદેશો લઈ મારી પાસે આવ્યો હતો. તેમણે મને બે ઓફર આપી હતી. એક તો સીબીઆઈ-ઈડી જે મારી સામે કેસ ચલાવી રહી છે તે બંધ કરી દેવાની અને આપને તોડી દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવાની ઓફર હતી. જોકે મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ મારા માટે ગુરુ છે અને હું તેમના લીધે જ રાજકારણમાં આવ્યો છું. હું મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન બનવા આવ્યો નથી. ઉ

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.