Homeઆપણું ગુજરાતAAPને 100થી વધુ બેઠકો મળશે, ઇસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો

AAPને 100થી વધુ બેઠકો મળશે, ઇસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન હજુ ચાલી રહ્યું છે ત્યારે દરેક રાજકીય પક્ષ જીત મેળવીને સરકાર બનાવવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ચહેરા ઇસુદાન ગઢવીએ AAPની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મતદાન કરવા પહોંચેલા ઇસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં AAPને 100થી વધુ બેઠકો મળશે.
પત્રકારમાંથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવીએ પત્ની સાથે અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં આજે મતદાન કર્યુ હતું. ઈસુદાન ગઢવી મતદાન બૂથમાંથી વોટ કરીને બહાર આવ્યા ત્યારે ‘મોદી મોદી’ ના નારા લાગ્યા હતા.
ઇસુદાન ગઢવીએ કહ્યું કે, તેમના નામના નારા લગાવવાથી આરોગ્ય અને શિક્ષણની સારી સુવિધા મળતી હોય તો દિવસરાત નારા લગાવતા રહો. પ્રથમ તબક્કાની 89 બેઠકો માંથી 51 બેઠકો અમે જીતી રહ્યાં છે. બીજા તબક્કાની 93 બેઠકોમાં અમારી ગણતરી 52થી વધારે બેઠકની છે. પૂર્ણ બહુમત સાથે અમારી સરકાર બનશે.
બીજી તરફ વિરમગામના કોંગ્રેસના વિધાનસભ્ય લાખા ભરવાડે કહ્યુ કે, આ વખતે પવન કોંગ્રેસ તરફી ફૂંકાયો છે. 125થી વધુ સીટ સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. સાથે જ હાર્દિક પટેલને પાટલી બદલું કહી પોતે ફરીવાર આ બેઠક જીતશે તેવો દાવો કર્યો હતો.
દરેક પક્ષ જીતનો દાવો કરી રહ્યો છે પરંતુ 8 તારીખે પરિણામ જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular