શિરોમણી અકાલી દળના નેતા સુખબિર સિંહ બાદલે પંજાબના સીએમ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે સીએમ માનને લુફથાન્સા એરલાઇન્સે પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. બાદલના કહેવા મુજબ એરલાઇન્સે આ પગલું એટલા માટે લીધું કારણ કે સીએમ માને ચિક્કાર દારૂ પીધઓ હતો અને તેઓ સ્થિર ઊભા પણ રહી શકતા નહોતા. બાદલે મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આવો દાવો કર્યો હતો. જોકે, તેમના દાવાને આમ આદમી પાર્ટીએ પાયાવિહોણો ગણીને નકારી કાઢ્યો છે.


સીએમ માન તાજેતરમાં જ જર્મની ગયા હતા. તેમની સાથેના મુસાફરોને ટાંકીને સુખબિર સિંહ બાદલે ટ્વીટ કર્યું હતું કે સીએમ માનને લુફથાન્સા એરલાઇન્સે પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા, કારણ કે તેમણે ચિક્કાર દારૂ પીધો હતો અને તેમને કારણે પ્લેન ચાર કલાક મોડું પડ્યું હતું. બાદલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ અહેવાલ સંપૂર્ણ વિશ્વમાં પંજાબીઓને શરમાવનારા છે. આ બાબત પર પંજાબ સરકાર મૌન છે. આ દેશના ગૌરવ અને પંજાબના ગૌરવની વાત છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઇએ. જો તેમને ખરેખર ઉતારી દેવામાં આવ્યા હોય તો ભારત સરકારે તેમના જર્મન સમકક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઇએ.

વિપક્ષના નેતા પરતાપ સિંહ બાજવાએ આ અહેવાલોની સત્યતા ચકાસવાની માગણી કરી છે.


ભાજપના સાંસદ પરવેશ વર્માએ કટાક્ષ કરતા ટ્વીટ તક્યું હતું હતું કે ભગવંત માને કેજરીવાલને વચન આપ્યું હતું કે તેઓ દારૂને હાથ નહીં લગાડે, પરંતુ તેઓ ભારતમાં દારૂને હાથ નહીં લગાડે. તેમણે વિદેશ માટે આવી બાહેંધરી નહોતી આપી.

Google search engine