Homeઆપણું ગુજરાતમતદાન પહેલા AAPમાં ગાબડું: અબડાસાના AAP ઉમેદવારે રાજુનામું આપી ભાજપને સમર્થન આપ્યું

મતદાન પહેલા AAPમાં ગાબડું: અબડાસાના AAP ઉમેદવારે રાજુનામું આપી ભાજપને સમર્થન આપ્યું

ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાનને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં રાજકીય ઉઠાપથલ યથવાત છે. મતદાન પૂર્વે ભાજપ AAPમાં ગાબડું પાડવા સફળ રહી છે. ભાજપે કચ્છની અબડાસા બેઠક પર આપના ઉમેદવારનો તોડ પાડ્યો છે. AAPમાંથી રાજીનામું આપી અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને સમર્થન આપ્યું છે.
AAPએ અબડાસા બેઠકપર વસંત વાલજીભાઈ ખેતાણીને ટિકિટ આપી હતી. ગઈકાલે વસંત ખેતાણી અચાનક સંપર્ક વિહોણા થઇ ગયા હતા જેને લઈને કંઇક નવાજુની થવો અંદાજો સ્થાનિકોને આવી ગયો હતો. રવિવારે સાંજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું થોડીવાર બાદ ભાજપના ખેમામાં દેખાયા હતા. આ પછી તેમણે અબડાસાના મતદારોને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઘણા આગેવાનો ભાજપમાં જોડાયા હતા, હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદાન પહેલા જ પક્ષ બદલી રહ્યા છે. આ પહેલા પણ સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી હતી.
આમ મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને સુરત પૂર્વ અને અબડાસા બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular