AAPનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ-કોંગ્રેસ પહેંલા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક જ છે ત્યારે પહેલી વાર ગુજરત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી(AAP)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારનું લીસ્ટ જાહેર કરે એ પહેલા આમ આદમી પાર્ટી(AAP) એ આજે 10 ઉમેદવારો લીસ્ટ જાહેર કર્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપના આ પગલાને લઈને ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઘોડા દોડાવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કરી હતી. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે ‘ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલા લિસ્ટમાં 10 ઉમેદવારનો સમાવેશ થાય છે. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે.’

ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે.

AAPએ જાહેર કરેલા ઉમેદવારના નામ અને વિધાનસભા બેઠક:
1. ભેમાભાઈ ચૌધરી-દિયોદર
2. વશરામ સાગઠિયા – રાજકોટ ગ્રામ્ય
3. સાગર રબારી- બેચરાજી
4. અર્જુન રાઠવા- છોટાઉદેપુર
5. રામ ધડુક – કામરેજ(સુરત)
6. શિવલાલ બારસિયા- રાજકોટ દક્ષિણ
7. સુધીર વાઘાણી – ગારીયાધાર
8. રાજેન્દ્ર સોલંકી – બારડોલી
9. ઓમપ્રકાશ તિવારી – નરોડા
10. જગમાલ વાળા- સોમનાથ
જે રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં એક્ટિવ થયા છે તે જોતા હવે ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. પ્રદેશ ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત લાવવા આયોજન કરાયુ છે.

1 thought on “AAPનો માસ્ટર સ્ટ્રોક: ભાજપ-કોંગ્રેસ પહેંલા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું

  1. Fools rush in where others fear to tread. Mamta jumped the gun and declared Opposition’s candidate for President. This revealed their hand to NDA and they selected an irrefutable candidate who was elected. Let all others who want to rush and assure their defeat on election day. Now BJP already knows at least on these ten seats who AAP’s candidates are and will make their selections of those who can defeat them. This has made BJP’s life a little easier in these constituencies. Congress is nowhere in the picture. If they put up their candidates, they would erode AAP’s chances–not those of BJP.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.