દિલ્હીમાં મહારાષ્ટ્રવાળી? ભાજપ 40 ધારાસભ્યોને તોડવાની ફિરાકમાં, AAP ધારાસભ્યના દાવાથી રાજકીય હલચલ તેજ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઇ રહી છે. આમ આદમી પાર્ટીને ડર છે કે બીજેપી તેના ધારાસભ્યોને તોડી લેશે. AAP પાર્ટીએ બુધવારે ભાજપ પર ધારાસભ્યોને 20 કરોડ રૂપિયામાં ખરીદવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. AAPના ધારાસભ્ય દિલીપ પાંડેએ દાવો કર્યો છે કે ભાજપ આમ આદમી પાર્ટીના 40 ધારાસભ્યોને તોડવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે અમે અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે આરોપ લગાવ્યો કે તેમની એક ધારાસભ્ય સાથે વાતચીત થઈ છે અને એમાં જાણવા મળ્યું છે કે, ભાજપ આમ આદમી પાર્ટીના 40 ધારાસભ્યોને તોડવામાં વ્યસ્ત છે. જો તેઓ ખરેખર 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને 1 ધારાસભ્યને 20 કરોડ આપી રહ્યા છે તો 800 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આ પૈસા કોના છે? આ અંગે સીબીઆઈ તપાસ થવી જોઈએ.
આમ આદમી પાર્ટીને આશંકા છે કે બીજેપી તેમના ધારાસભ્યોને તોડી શકે છે. તેથી ગઈકાલે સાંજે મળેલી આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં તમામ ધારાસભ્યોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચે છે તેના પર નજર રાખવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરી શકી નથી.
AAP પક્ષે દાવો કર્યો હતો કે ભાજપએ દિલ્હીમાં તેમના ચાર વિધાનસભ્યનો સંપર્ક કર્યો હતો અને તેમને પાર્ટી બદલી ભાજપમાં જોડાઇ જવા જણાવતા કહ્યું હતું કે જો તેઓ આમ નહીં કરે તો તેમને સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીનો સામનો કરવો પડશે, એવી ધમકી આપી હતી.
AAP ના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે જણાવ્યું હતું કે ધારાસભ્ય- અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારના ભાજપના નેતાઓ સાથે સારા સંબંધ છે. ભાજપના નેતાઓ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે

1 thought on “દિલ્હીમાં મહારાષ્ટ્રવાળી? ભાજપ 40 ધારાસભ્યોને તોડવાની ફિરાકમાં, AAP ધારાસભ્યના દાવાથી રાજકીય હલચલ તેજ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.