આમિર ખાનની દીકરીએ બાગેશ્વર ધામના મહંત આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મહારાજને રાખડી બાંધીને તેમને ભાઈ બનાવવાની વાત કરતા ચર્ચાઓનું બજાર ગરમાયું છે.
આ દિવસોમાં છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો પૂરજોશમાં છે. એવા સમયે આમિર ખાન નામના મુસ્લિમ વ્યક્તિની દીકરી સુલતાનાએ રાયપુરમાં રામકથા વખતે બાગેશ્વરધામના મહંત આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં સનાતન ધર્મ સ્વીકારવાની જાહેરાત કરી હતી. મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ દ્વારા તેને નવું સુરભી નામ આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ખ્રિસ્તી ધર્મના અન્ય ત્રણ લોકોએ પણ ધર્મમાં પાછા ફરતી વખતે સનાતન ધર્મ અપનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ યુવતીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. હું સનાતન ધર્મ સ્વીકારીને ખૂબ જ ખુશ છું.
નાગપુરમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક શ્યામ માનવે આરોપ લગાવ્યો હતો કે મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. આ ચેલેન્જનો જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ આ ચેલેન્જ સ્વીકારે છે. નાગપુરના કહેવાતા આરોપ કરનારાઓનું રાયપુરમાં સ્વાગત છે. હું દિવ્ય અદાલતમાં જવાબ આપીશ. તેઓ સનાતન ધર્મના પ્રકાશને જગાડવા આવ્યા છે. તેઓ સનાતન ધર્મને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યા છે.