Homeફિલ્મી ફંડાઆમિર ખાનની દીકરી ઇરાએ કરી લીધી સગાઇ

આમિર ખાનની દીકરી ઇરાએ કરી લીધી સગાઇ

આમિર ખાનની દીકરી ઈરા ખાને મુંબઈમાં એક ભવ્ય સમારંભમાં બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી હતી. આ ફંક્શનમાં બોલીવૂડની ઘણી લોકપ્રિય હસ્તીઓએ હાજરી આપી હતી.
આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે 18 નવેમ્બરે મુંબઈમાં સગાઈ કરી હતી. સગાઇના સમારંભમાં આમિર ખાન, તેની પૂર્વ પત્ની અને ઇરાની માતા રીના દત્તા, આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ, ભત્રીજા ઈમરાન ખાનથી લઈને આશુતોષ ગોવારિકર, પરિવાર અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ઇરા ખાન તેની સગાઈના દિવસે લાલ ડ્રેસમાં સુંદર દેખાતી હતી, જ્યારે નુપુર શિખરે પણ ટક્સીડોમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. તો બીજી તરફ આમિર ખાન તેના ગ્રેને ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો.
ઇરા ખાને નૂપુરની એક સાઇકલિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી જે દરમિયાન તેણે તેને પ્રપોઝ કર્યું હતું અને ઇરાએ હા પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular